અતુલ તિવારી/અમદાવાદ :દશેરા (Dussehra 2019) ના પર્વને હવે એક દિવસ જ બાકી છે. હાલ ભલે ખેલૈયાઓ નવરાત્રિ (Navratri 2019) ના ગરબા (Garba) માં મગન હોય, પણ બીજી તરફ દશેરાના દિવસે ઠેર ઠેર કરાતા રાવણ દહન (Ravan Dahan) ની તૈયારીઓ પુરજોશમાં શરૂ થઈ ગઈ છે. આવામાં રાવણનું પૂતળું બનાવનારા કારીગરો રાવણ (Ravn) ને આખરી ઓપ આપી રહ્યા છે. મહત્વનું એ છે કે, અમદાવાદ (Ahmedabad) માં રાવણનું પૂતળુ બનાવવા માટે યુપીથી ખાસ કારીગરો આવી પહોંચે છે. જેઓ અહીં રોકાઈને રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાને બનાવે છે.


અરવલ્લી : ઓવર બ્રિજ બનાવવાની માંગણી સાથે ગિન્નાયેલા ગ્રામજનોએ ચક્કાજામ કર્યું


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 40 વર્ષથી રાવણના પૂતળા બનાવતા મુસ્લિમ પરિવારના સભ્યો દશેરાના તહેવાર નિમિત્તે બે મહિના અગાઉથી ઉત્તરપ્રદેશના આગ્ર ખાતેથી 35 જેટલા કારીગરો સાથે અમદાવાદના રામોલમાં આવી પહોંચે છે. આ વર્ષની વાત કરીએ તો કારીગરો દ્વારા ઓર્ડર મુજબ 15 થી 60 ફૂટ સુધી ઉંચાઈ ધરાવતા પૂતળા બનાવવામાં આવી રહ્યા છે. આ કારીગરો દ્વારા બનાવવામાં આવેલા રાવણના પુતળા માત્ર અમદાવાદમાં જ નહિ, પરંતુ રાજકોટ, ભાવનગર, જામનગર, વડોદરા, મહેસાણા સુધી પહોંચાડવામાં આવે છે. તો સાથે જ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ બનાવીને મોકલવામાં આવે છે.


Surat : નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર નાવડી ફરી, આખરે આવું બન્યું કેવી રીતે? 



રાવણના પૂતળા બનાવનાર મોહસીન ખાન કહે છે કે, આ વર્ષે ગત વર્ષ કરતા રાવણના પૂતળાના ઓર્ડરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેનુ કારણ આપતા તેમણે જણાવ્યું કે, વરસાદને કારણે મેદાનોમાં ભરાયેલા પાણી અને બજારમાં જોવા મળતી મંદી છે. 


રાવણના પૂતળા બનાવવા માટેના ચાર્જની વાત કરીએ તો યુપીના આગ્રાથી અહીં આવતા આ કારીગરો 1 ફૂટના પૂતળાના 1500 રૂપિયા લેખે જરૂરીયાત મુજબનું પુતળું બનાવીને આપે છે. ઉલ્લેખનીય છે કે, દશેરાના દિવસે રાજ્યભરમાં રાવણ દહનના કાર્યક્રમ યોજાય છે. અમદાવાદમાં પાંચ સ્થળોએ રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે. રાવણનું પૂતળુ બનાવતા મોટા ભાગના કારીગરો મુસ્લિમ છે. આ પરિવાર પેઢી દર પેઢી આજ કાર્ય કરે છે. દશેરા માટે પૂતળા તૈયાર કર્યા બાદ બાકીના મહીનાઓમાં તેઓ માદરે વતન એટલે કે યુપીના વિવિધ ગામોમાં ઘોડાગાડી ચલાવી, મંડપ બાંધવા જેવા વિવિધ કામો કરી રોજી રોટી મેળવતા હોય છે. ઉત્તરપ્રદેશના કારીગરો વર્ષોથી રાવણના પૂતળા બનાવાનુ કાર્ય કરતા હોવાથી રાવણ બનાવામાં યુપીના કારીગરોનું પ્રભુત્વ થઇ ગયું છે. રાવણના પૂતળા બનાવી તેઓ સારી એવી કમાણી કરી લે છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :