ભાવનગરમાં બનશે રાવણનું ભવ્ય મંદિર, મહાદેવનાં તમામ ભક્તો માટે લંકેશ હંમેશાથી આદર્શ
સૌરાષ્ટ્રના ભાવનગરમાં શિવભક્ત રાવણનું મંદિરનું નિર્માણ થવા જઇ રહ્યું છે. આ મંદિર શીખરબંધ મંદિર બનાવવાની નેમ રાવણ ભક્ત રવી ઓઝાએ કરી હતી. લંકાપતિ રાવણ શિવનાભક્ત હતા. જેથી રાવણદહન પણ બંધ કરવું જોઇએ તેવી માંગ પણ ઓઝા દ્વારા કરવામાં આવી હતી. હવે આ મંદિર બની ચુક્યું છે અને શિવજીના મંદિરમાં શિવલીંગની બાજુમાં જ રાવણની મુર્તિની પ્રાણપ્રતિષ્ઠા પણ કરવામાં આવી છે. રવી ઓઝા ઓનલાઇન આરતી દ્વારા રાવણની મૂર્તિના દર્શન કરાવે છે.
ભાવનગર : સૌરાષ્ટ્રના ભાવનગરમાં શિવભક્ત રાવણનું મંદિરનું નિર્માણ થવા જઇ રહ્યું છે. આ મંદિર શીખરબંધ મંદિર બનાવવાની નેમ રાવણ ભક્ત રવી ઓઝાએ કરી હતી. લંકાપતિ રાવણ શિવનાભક્ત હતા. જેથી રાવણદહન પણ બંધ કરવું જોઇએ તેવી માંગ પણ ઓઝા દ્વારા કરવામાં આવી હતી. હવે આ મંદિર બની ચુક્યું છે અને શિવજીના મંદિરમાં શિવલીંગની બાજુમાં જ રાવણની મુર્તિની પ્રાણપ્રતિષ્ઠા પણ કરવામાં આવી છે. રવી ઓઝા ઓનલાઇન આરતી દ્વારા રાવણની મૂર્તિના દર્શન કરાવે છે.
સુરતમાં ચોમાસાની સીઝનમાં સરસિયા ખાજાનું ધૂમ વેચાણ, વિદેશમાં ભારે બોલબાલા, આવી રીતે ખવાય છે
ભારતની અન્ય ઘણી જગ્યાએ રાવણની પુજા કરવામાં આવે છે. ઉત્તરપ્રદેશના કાનપુરમાં સ્થિત દશાનંદ મંદિર એક એવું મંદિર છે જેનું નિર્માણ 1890 માં બંધાયું હોવાનું કહેવાય છે. જ્યારે દશેરા હોય છે ત્યારે આ પ્રસંગે સમગ્ર દેશમાં રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે જ્યારે આ દિવસે અહીં રાવણની પુજા કરવામાં આવે છે. રાવણનો શણગાર કરવામાં આવે છે. આરતી કરવામાં આવે છે. માત્ર ઉત્તરપ્રદેશ જ નહી પરંતુ ભારતના અનેક રાજ્યોમાંથી રાવણની પુજા કરવાની પરંપરા છે.
ગુજરાત આમ આદમી પાર્ટી એક્શન મોડમાં: સંગઠનનું બીજું લિસ્ટ જાહેર, એક ક્લિકમાં જાણો સમગ્ર યાદી
આંધ્રપ્રદેશના કાકીનાડા રાવણ મંદિર, મધ્યપ્રદેશના વિદિશામાં રાવણગ્રામ રાવણ મંદિર અને આ રાજ્યના મંદસૌરમાં રાવણ મંદિરને પણ ખાસ મનાય છે કારણ કે રાવણ અને મંદોદરીના લગ્ન પણ અહીં જ થયા હોવાનું માનવામાં આવે છે. રાવણનું જન્મ સ્થળ પણ ઉત્તરપ્રદેશના નોઇડા ખાતે આવેલા બિસરખ ગામ હોવાની માન્યતા છે. અહીં બીજુ મંદિર છે. હવે ટુંક સમયમાં સૌરાષ્ટ્રમાં પણ રાવણ મંદિર બની જશે. આ અંગે રવિ ઓઝાએ કહ્યું કે, હું રાવણ સાધક છું અને છેલ્લા 15 વર્ષથી સાધના કરૂ છું. મારી સાધના ચાલુ જ છે અને હાલમાં જ મારી ઘોર સાધના પુર્ણ થઇ ચુકી છે. આ સાધનાથી મને ખુબ જ આનંદ છે. આગામી દિવસોમાં લંકાધીપતિ રાવણનું શીખરબંધ મંદિર બનશે તેવી મારી ભવિષ્યવાણી છે. જે હવે સૌરાષ્ટ્રમાં પુરી થવા તરફ છે. હવે હું તંત્ર સાધના તરફ આગળ વધી રહ્યું છે. તાંત્રિક સાધાનામાં હું જણાવુ છુ કે, આગામી દિવસોમાં રાવણનું દહન પણ બંધ થશે.
ફરી દેશમાં ગુજરાતનો ડંકો: જાણો ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ રેન્કિંગમાં ટોપ અચીવર્સ 7 રાજ્યો
રાવણ દહન કરવું વ્યાજબી નથી. આ વર્ષે ભાવનગરમાં રાવણ દહન થવાનું નથી, અમે 0 હજાર બાળકોને આ ખર્ચે ગિફ્ટ આપવાના છીએ. ભાવનગરમાં જ નહી સમગ્ર દેશમાં રાવણ દહન નહી થાય. મે વિવિધ જગ્યાએ આવેદન પણ આપ્યા છે. તેમણે કહ્યું કે, જેટલા લોકો ભગવાન મહાદેવને માને છે તે તમામ લોકો ભગવાન રાવણને પણ માને છે. કારણ કે ભગવાન મહાદેવનાં સૌથી મોટા ભક્ત રાવણ પોતે હતા. તેમના દ્વારા બનાવાયેલું શિવતાંડવ સ્તોત્ર આજે પણ મહાદેવને સૌથી વધારે પ્રિય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube