મુસ્તાક દલ, જામનગર : જામનગરમાં ચાલી રહેલ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર પ્લેયર અને હોમ ટાઉન જામનગરના રવિન્દ્ર જાડેજા પોતાની પત્ની રીવાબા જાડેજા અને પુત્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કોંગ્રેસ ના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ પણ ઉપસ્થિત રહ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠાના આ ગામ માટે હોળી સાબિત થાય છે ગોઝારી એટલે લેવાયો છે મોટો નિર્ણય


જામનગરના પ્રદર્શન મેદાન ખાતે જયરાજ એન્ટર પ્રાઇઝ દ્વારા રમાઇ રહેલ જયરાજ કપ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ માં ગુજરાતભરમાંથી 64 જેટલી ટીમો ભાગ લીધો છે. આ ટુર્નામેન્ટમાં વિજેતા થનાર ટીમને બાઈક અને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રવિન્દ્ર જાડેજાએ બેટિંગ કરી હતી અને ઉપસ્થિત ક્રિકેટરોને બેટિંગ અને બોલિંગ અંગેની ટીપ્સ આપી હતી. ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકો દ્વારા રવિન્દ્ર જાડેજાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રવિન્દ્ર જાડેજાએ યુવા ક્રિકેટરોને પ્રોત્સાહન પણ આપ્યું હતું. 


પંચમહાલની બહેનોની અનોખી પહેલ: કેસુડાના ફુલનું શહેરમાં વેચાણ, મળશે રોજગારી


આ સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતીય ઓલ-રાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ઉપસ્થિતિથી ક્રિકેટરસિકોમાં એક ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે રાજકીય નેતાઓએ પણ ક્રિકેટરો ને શુભેચ્છાઓ પાઠવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube