મુસ્તાક દલ, જામનગર: જામનગર (Jamnagar) શહેર અને જીલ્લામાં કોરોના (Coronavirus) ની વકરી રહેલ પરસ્થિતિ પર આજે રાજ્યના બે મંત્રીઓ આર. સી. ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા (Dharmendra Jadeja) એ પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. આ પત્રકાર પરિષદમાં સાંસદ પુનમબેન માડમ (Poonamben Maadam) પણ હાજર રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંત્રી આર.સી.ફળદુએ જામનગર જીજી હોસ્પિટલ (Jamnagar Hospital) માં તમામ વ્યવસ્થાઓ પૂરી હોવાના દાવાઓ કર્યા હતા અને રાજ્ય સરકાર હજુ વધુ સારવાર માટે કટીબદ્ધ હોવાની વાતો અને ખાતરના ભાવ, ઘટી રહેલું ટેસ્ટીંગ અને વેક્સીનના મુદ્દાઓ પર મંત્રી આર. સી. ફળદુએ પ્રતિક્રિયાઓ આપી હતી.

ટેસ્ટિંગ કીટ વગર બનશે 'મારુ ગામ, કોરોના મુક્ત ગામ' ! બેડ નથી તો નીચે પથારી પાથરો પણ કોવિડ સેન્ટર શરૂ કરો


જામનગર (Jamnagar) માં એમ.પી.શાહ મેડીકલ કોલેજ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં મીડિયા સાથેની વાતચીતમાં કૃષિ મંત્રી આર.સી. ફળદુએ ખાતરના ભાવ, જામનગર શહેરમાં ખાસ તો એન્ટીઝન અને RTPCR ટેસ્ટીંગ કીટ અને ટેસ્ટીંગ ઘટાડવા મુદે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે આર.સી.ફળદુએ જે નિવેદન આપ્યું તે તમારે સાંભળવું મહત્વનું છે.

કેન્દ્ર સરકારે ગુજરાતને હંમેશા માગ્યા કરતાં વધારે અને વહેલું આપ્યું છે: વિજય રૂપાણી


તેવોએ કહ્યું કે આભ ફાટ્યું છે થીગડાં મારવાનું કામ શાસકોનું કર્તવ્ય છે, ટેસ્ટ માટેની કીટ પણ ખૂટે તેવું ચોકાવનારું નિવેદન ફળદુએ કર્યું છે, તેઓએ કહ્યું કે જેમ જેમ ઉત્પાદન થાય તેમ તેમ રાજ્યને ને જિલ્લાને મળે આપની પાસે જેમ પુરવઠો હોય તેમ વેક્સીન અને ટેસ્ટીંગની કામગીરી થઇ રહી હોવાની વાત કેબિનેટ મંત્રી આર.સી.ફળદુએ કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube