અતુલ તિવારી/અમદાવાદ: જો તમારે પણ MBA અને MCAમાં પ્રવેશ મેળવવો હોય તો આજે અમે તમને સીધી અને સરળ પ્રોસેસ બતાવવા જઈ રહ્યા છીએ. આવતીકાલે બપોરે એટલે કે 28 જૂન 2022 મંગળવારે 2 વાગ્યાથી MBA અને MCAની પ્રવેશ કાર્યવાહી શરૂ કરાશે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા સમગ્ર પ્રવેશ કાર્યવાહી ઓનલાઈન હાથ ધરાશે. જેમાં MBA માટે 125 કોલેજમાં 12,945 બેઠકો માટે પ્રવેશ કાર્યવાહી કરાશે અને MCA માટે 60 કોલેજોમાં 6,001 બેઠકો પર પ્રવેશ હાથ ધરાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે તે ઉમેદવારે 20 જુલાઈ સુધીમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. પ્રવેશ સમિતિની વેબસાઇટ www.gujacpc.nic.in પર જઈ રજિસ્ટ્રેશનની કાર્યવાહી કરી શકાશે. MBA અને MCAમાં પ્રવેશ મામલે સંસ્થાઓની માહિતી 26 જુલાઈએ જાહેર કરાશે. જ્યારે 3 ઓગસ્ટના રોજ પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર થશે. 18 થી 23 ઓગસ્ટ દરમિયાન પ્રથમ રાઉન્ડની ચોઈસ ફિલિંગ હાથ ધરાશે. એટલું જ નહીં, 26 થી 29 ઓગસ્ટ દરમિયાન ફી ભરીને ઉમેદવારે પ્રવેશ નિશ્ચિત કરવાનો રહેશે. 1 સપ્ટેમ્બરથી પ્રથમ સત્ર માટે અભ્યાસ શરૂ થશે.



MBA અને MCAમાં બીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી 3 થી 6 સપ્ટેમ્બર દરમિયાન હાથ ધરાશે. રાજ્યની કુલ 40 યુનિવર્સિટી તેમજ બોર્ડમાંથી વર્ષ 2022 માં સ્નાતક પાસ થયેલા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે લાયક રહેશે. જેમાં રાજ્યમાં વિવિધ જિલ્લા સ્તરે જુદી જુદી 65 કોલેજોમાં સાયબર સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે.



સરકારી અને અનુદાનિત બેઠકોની માન્ય બેઠકોની 95 ટકા અને સ્વનિર્ભર સંસ્થાઓની 50 ટકા બેઠકો માટે સ્નાતકની પરીક્ષા પાસ કરેલ હોય અને CMAT 2022માં ઉપસ્થિત રહ્યા હોય તેવા ઉમેદવારો લાયક ગણાશે. MBA અને MCAમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ www.jacpcldce.ac.in પરથી પ્રવેશ માટે લાયકાત, મેરિટની જોગવાઈન નિયમો, સંસ્થાઓની યાદી, ઉપલબ્ધ બેઠકોની યાદી, સાયબર સેન્ટરની વિગત, મેરીટની યાદી, કટ ઓફ માર્ક સહિતની જાણકારી મેળવી શકશે.



લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube