ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં છેલ્લા એક સપ્તાહથી કેસની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતે મક્કમતાથી કોરોનાની પ્રથમ અને બીજી લહેરનો સામનો કર્યો છે, ત્યારે સંભવિત ત્રીજી લહેર સામે પણ ગુજરાતમાં પુરી સજ્જતા અને સતર્કતાના આગોતરા આયોજનના નિર્ધાર સાથે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તેઓના નિવાસ સ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક પુર્ણ થઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ટાસ્કફોર્સના તજજ્ઞો ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના તજજ્ઞો સહિત આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતોએ ભાગ લીધો હતો. બેઠકમાં ટાસ્ક ફોર્સના તજજ્ઞ તબીબો ઉપરાંત શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ પંકજકુમાર અને એમ કે દાસ તથા અન્ય વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા. 


રાજ્યના ૯ જેટલા વરિષ્ઠ નિષ્ણાંત તબીબોની આ ટાસ્ક ફોર્સમાં વિશ્વપ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ અને એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના ચેરમેન પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ, ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગરના ડાયરેક્ટર ડૉ. દિલીપ માવલંકર, ઝાયડસ હોસ્પિટલ, અમદાવાદના ડાયાબેટોલોજીસ્ટ ડૉ. વી.એન.શાહ, ઈન્ફેક્સિયશ ડિસિઝ કન્સલ્ટન્ટ અને સ્ટર્લીંગ હોસ્પિટલ અમદાવાદના ઇન્ફેક્શન ડિવિઝનના ડાયરેક્ટર ડૉ. અતુલ પટેલ, જાણીતા પલ્મોનલૉજીસ્ટ અને સ્ટર્લિંગ હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. તુષાર પટેલ, યુ.એન. મહેતા ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડીયોલોજીના ડીરેકટર અને વરિષ્ઠ તબીબ ડૉ. આર. કે. પટેલ અને એપોલો હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. મહર્ષિ દેસાઈ પણ જોડાયા હતા. 
અતુલ પટેલ
ગુજરાતમાં માત્ર 20 ટકા દર્દીઓ જ એવા છે જેમને સારવારની જરૂર છે. હાલ ગુજરાતમાં જે સ્થિતી છે તેના માટે લોકોની ગભરામણ છે. લોકો માત્ર પેરાસિટામોલ દ્વારા જ કોરોના સારો થઇ શકે છે. કોરોનાના દર્દીઓએ ખાસ પાણી પીતા રહેવું જોઇએ. પાણી પીતા રહેવાથી અને માત્ર પેરાસિટામોલથી કોરોનાને હરાવી શકાય છે. ખોટી ખોટી દવાઓ લેવાનો આગ્રહ ન રાખવો જોઇએ. તેની પછીથી ખુબ જ આડ અસર જોવા મળી શકે છે. રેમડેસિવિર ઇન્જેક્શન અંગે ખુબ જ ગેરમાન્યતાઓ જોવા મળી રહી છે. ક્યાંય પુરવાર નથી થયું કે, તેનાથી કોરોના સારો થઇ જાય છે. માત્ર આ ઇન્જેક્શનથી દર્દીનો દાખલ થવાનો સમય ઘટાડી શકાય છે. માટે રેમડેસિવિર માટે દોડાદોડી ન કરવી જોઇએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube