Amreli Earthquake : છેલ્લાં કેટલાય મહિનાઓથી સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં ભૂકંપના એટલા આંચકા આવ્યા છે કે, લોકોનો જીવ તાળવે ચોંટાયો છે. હવે તો લોકોને એમ લાગે છે કે ક્યાંક તુર્કી અને સીરિયા જેવું તો નહિ થાય ને. છેલ્લા 24 કલાકમાં અમરેલીમાં 6 વાર ધરા ધ્રૂજી છે. લોકોમાં રીતસરનો ડર ફેલાયો છે. ત્યારે અમરેલીમાં સતત આવી રહેલા ભૂકંપના આંચકાનું કારણ સામે આવી ગયું છે. હિમાલયની પ્લેટોને કારણે અમરેલીમાં ભૂકંપના આંચકા આવે છે તેવું સીસ્મોલોજી વિભાગે જણાવ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલીમાં 24 કલાકમાં ભૂકંપના 6 આંચકા નોંધાયા છે. જોકે, રેકોર્ડ મુજબ, 400 જેટલા આંચકા અમરેલીની આસપાસ નોંધાયા છે. એક રેકોર્ડ મુનજબ 2021 થી અમરેલીમાં ભૂકંપના આંચકામાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે, આ વચ્ચે રાહતની વાત એ છે કે, આ આંચકા ઓછી તીવ્રતાના છે. માત્ર 5 જેટલાં આંચકાની તીવ્રતા 3 થી વધારે નોંધાઈ છે. પરંતુ છતા આ આંચકાથી અમરેલીવાસીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. સતત આવતા આંચકાને કારણે તેઓને સતર્ક રહેવું પડે છે. ઘર-ઓફિસની બહાર દોડીને જવું પડે છે. ગમે ત્યારે શું થશે તેના માટે જીવ તાળવે ચોંટેલો હોય છે. ત્યારે સતત આવી રહેલા આંચકા પાછળનું કારણ અમે જાણવાનો પ્રયાસ કર્યો. 


આ પણ વાંચો : 


પરિવારની શંકા સાચી નીકળી: દીકરાનો અકસ્માત નહિ પણ મર્ડર થયું, મોટી હકીકત ખૂલી


સોનાની લગડી જેવી આ સરકારી સ્કીમ મહિલાઓને કારણે ફેલ થઈ, ગોલ્ડ મોનેટાઇઝ સ્કીમની આવી છે


સીસ્મોલોજી વિભાગાન ડાયરેક્ટર જનરલ સુમેર ચોપરાએ અમરેલીના ભૂકંપના કારણો વિશે જણાવ્યું કે, હિમાલયની પ્લેટ સાથે ઈન્ડિયન પ્લેટ ટકરાતાં અમરેલીમાં ભૂકંપના આંચકા આવે છે. સૌરાષ્ટ્રમાં સિઝનલ એક્ટિવિટી આ આંચકા આવ્યા કરે છે. અમરેલીમાં આવેલા તમામ આંચકામાં 80 ટકા આંચકા એવા હતા, જેની તીવ્રતા 2 મેગ્નટ્યૂટથી ઓછી હતી. 13 ટકા કેસમાં 2 થી 2.2 ની તીવ્રતા હતી. તો 400 માંથી 5 આંચકા એવા છે જેની તીવ્રતા વધુ હતી. તેમાં પણ સૌથી વધુ તીવ્રતા 3.4 રેકોર્ડ થઈ છે. આમ, 86 ટકા આંચકા 2 થી ઓછી તીવ્રતાનો છે. તેથી તેમાં ચિંતાજનક કંઈ નથી.  


તેમણે કહ્યુંક કે, ઈન્ડિયન પ્લેટમાં હલચલ થઈ રહી છે. તે હિમાલયની પ્લેટ સાથે ટકરાઈ રહી છે. આ કારણે પ્લેટ પર દબાણ રહે છે. ક્રિટીકલ દબાણનું મતલબ એ છે કે તે તૂટવાના કગાર પર છે. તો તેના પર થોડો પણ લોડ આવે તો, જે ટેકનોલોજી કે અન્ય કોઈ કારણોસર હોઈ શકે છે, તો નાનામોટા ભૂકંપના આંચકા આવતા રહે છે. તેથી આ કારણોસર ભૂકંપના આંચકા આવ્યા કરે છે. પરંતું આ એક્ટિવિટી સીઝનલ જેવી છે. તે બારેય મહિના રહેતી નથી. ઓગસ્ટ, સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી મહિના સુધી તેની અસર રહે છે. ગરમીઓમાં આંચકા ઓછા આવે છે. સીઝનલ હાઈડ્રોલોજિકલ લોડિંગને કારણે અસર થાય છે. પ્લેટ પર દબાણ થાય છે તેથી નાના મોટા આંચકા આવતા રહે છે. જે ખાસ કરીને ચોમાસું અને તેની બાદની સીઝનમાં હોય છે. 


આ પણ વાંચો : 


બજેટમાં વિભાગને સાચવ્યા કે મંત્રીને? જાણો કયા મંત્રીને કેટલા કરોડ રૂપિયા વાપરવા મળશે


ઓસ્ટ્રેલિયા જઈને ભરાયો ગુજરાતી યુવક, વિદેશ જવાનો મોહ હોય તો આ કિસ્સો જરૂર વાંચી લેવો