ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદમાં હેલ્મેટ ફરજિયાત કરવાનો ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે. હવે અમદાવાદમાં ડ્રાઈવરની સાથે પાછળ બેસનાર વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું પડશે. કોર્ટે શહેરીજનોને 15 દિવસનો સમય આપ્યો છે. ત્યારે અમદાવાદમાં હેલ્મેટનું ઝી 24 કલાકે રિયાલિટી ચેક કર્યું. તો શું સામે આવ્યું?


  • હવે અમદાવાદીઓએ પહેરવું પડશે હેલ્મેટ

  • પાછળ બેસનારને પણ હેલ્મેટ ફરજિયાત

  • જો હેલ્મેટ નહીં પહેર્યું તો દંડ ભરવા રહેજો તૈયાર

  • હાઈકોર્ટે હેલ્મેટ ફરજિયાતનો કર્યો આદેશ 

  • અમદાવાદીઓ હેલ્મેટ પહેરવા કેટલા છે તૈયાર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતનું સૌથી મોટું અને આર્થિક રાજધાની કહેવાતું શહેર એટલે અમદાવાદ...એ અમદાવાદ જ્યાં સૌથી વધુ ટુ વ્હીલર છે. એક અંદાજ મુજબ એશિયા ખંડના કોઈ  શહેરમાં સૌથી વધુ ટુ વ્હીલર હોય તો તે અમદાવાદમાં છે. અમદાવાદીઓ ટ્રાફિકના નિયમોનું કેટલું પાલન કરે છે તે કંઈ વધારે કહેવાની જરૂર નથી. આપણે સૌ જાણીએ છીએ. હેલ્મેટ ખુબ જરૂરી છે, પણ તેને પહેરે કોણ? બધામાં આગળ અમદાવાદીઓ હેલ્મેટ પહેરવામાં કેટલા પાછળ છે અને ન પહેરવા માટે કેવા કેવા બહાના કાઢે છે તે તમે સાંભળી લો...



અમદાવાદના વિવિધ વિસ્તારમાં ઝી 24 કલાકની ટીમે ફરી...અમારા રિયાલિટી ચેકમાં લગભગ 90 ટકા શહેરીજનો હેલ્મેટ વગરના જોવા મળ્યા...ખુલ્લા માથે પુરપાટ ઝડપે ટુ વ્હીલર હંકાવતા અમદાવાદીઓને પોતાના જીવને જાણે જરા પણ ચિંતા ન હોય તેમ જોવા મળ્યું. અમે વધુ કેટલાક વાહનચાલકોને મળ્યા. તો તેમણે કેવા બહાના બતાવ્યા એ પણ તમે સાંભળો..


શહેરીજનોએ એ ન ભૂલવું જોઈએ કે હેલ્મેટ સરકાર કે હાઈકોર્ટના ફાયદા માટે નથી. આ હેલ્મેટ તમારા માટે જ છે. હેલ્મેટના ફાયદા કેટલા છે તે તમને પોતાને જ ખ્યાલ હશે...હેલ્મેટથી જીવ બચી શકે છે, માથામાં થતી ગંભીર ઈજાઓથી બચી શકાય છે. તો હવે કોઈ બહાનું કે ગતકડું ન કરતાં. ઘરની બહાર નીકળો એટલે હેલ્મેટ ફરજિયાત પહેરીને નીકળજો. પછી કહેતા નહીં કે આ પોલીસના જવાનો મોટો દંડ કરે છે. પછી સરકાર કે પોલીસ તંત્રને ગાળો ન આપતા. હેલ્મેટ સૌના માટે સારુ છે.