અમદાવાદ : પોતાના જન્મદિવસે જ દર્દી સાજો થઇ હોસ્પિટલમાંથી રજા મેળવે અને વળી જન્મદિવસની ઉજવણી કર્યા બાદ વિદાય લે તો કેવું !! સોમવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તરૂલતાબેન ભીલ સાથે આવું જ બન્યું. ‘મારા ૪૬માં જન્મદિવસે મને નવજીવન પ્રાપ્ત થયુ છે. સિવિલ હોસ્પિટલમાં ૨૪ દિવસની સારવાર મળવાથી આજે હું સાજી થઇ ઘરે જઇ રહી છું.’ આ શબ્દો છે અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં રહેતા તરૂલતાબેન ભીલના. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આદિવાસીઓની જમીનો પર ફેન્સિંગ મુદ્દે કેવડિયા સજ્જડ બંધ, નિગમે કહ્યું કોઇના ઘર ખાલી નથી કરાવ્યા


તરૂલતાબેનના જન્મદિવસે કેક લાવીને ડૉક્ટર્સ, નર્સ અને અન્ય સ્ટાફ દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. ૪૬ વર્ષની જિંદગીમાં પ્રથમ વખત આજે જન્મદિવસની કેક કાપીને ઉજવણી કરી જે તેઓના સમગ્ર જીવનકાળનો યાદગાર પ્રસંગ બની જવા પામ્યો છે.


ગુજરાત: વાવાઝોડા સામે લડી લેવા માટે ગુજરાત તૈયાર, તંત્રની યુદ્ધના ધોરણે તૈયારી


કોવિડ-૧૯ સિવિલના તરૂલતાબેનને તાવ, ઉધરસ અને શ્વાસ લેવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે ગંભીર લક્ષણો જણાઇ આવતા તેમને આઇ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યા હતા. તે દરમિયાન તેમના ફેફસામાં સોજાનું પ્રમાણ એટલે કે આઇ.એલ.૬ નુ પ્રમાણ એકાએક વધી જતા તેમને ટોસિલીઝુમેબ ઇન્જેકશન આપવાની જરૂરિયાત ઉભી થઇ હતી. જે આપ્યા બાદ તરૂલતાબેનની સ્વાસ્થયની સ્થિતિ સામાન્ય બની હતી. છેલ્લા ૭-૮ દિવસ કોઇપણ લક્ષણો ન જણાતા તેમને રજા આપવામાં આવી છે. જો કે જ્યારે તેમને ડિસ્ચાર્જ કરવાનાં હતા તે જ દિવસે તેમનો જન્મ દિવસ હોવાની માહિતી તેમના રેકોર્ડ પરથી મળતા ડોક્ટર્સે તરૂણા બેન સાથે કેક કાપીને જન્મ દિવસની ઉજવણી કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube