સુરતના હીરા ઉદ્યોગને બેવડો માર, લોકડાઉન બાદ રત્નકલાકારોનો પગાર કાપી લેવાતા રોષ
કોરોનાના આ કપરા કાળમાં સરાકારે નાગરિકોને પગાર નહી કાપવા ભાડુ નહી વસુલવા માટે અપીલ કરી છે. જો કે હીરા ઉદ્યોગમાં મંદીનું બહાનું બનાવીને સુરતની કેટલીક કંપનીઓ દ્વારા પગાર કાપવામાં આવી રહ્યા છે. જેના કારણે અનલોક 1 પછી ફરી એકવાર જીવન પૂર્વવત થવાની આશા રત્નકલાકારોની નઠારી નિવડી છે. આટલું ઓછું હોય તેમ જો કોઇ કારીગર પૈસા માંગે તો તેને છુટા કરવામાં આવી રહ્યા છે.
સુરત : કોરોનાના આ કપરા કાળમાં સરાકારે નાગરિકોને પગાર નહી કાપવા ભાડુ નહી વસુલવા માટે અપીલ કરી છે. જો કે હીરા ઉદ્યોગમાં મંદીનું બહાનું બનાવીને સુરતની કેટલીક કંપનીઓ દ્વારા પગાર કાપવામાં આવી રહ્યા છે. જેના કારણે અનલોક 1 પછી ફરી એકવાર જીવન પૂર્વવત થવાની આશા રત્નકલાકારોની નઠારી નિવડી છે. આટલું ઓછું હોય તેમ જો કોઇ કારીગર પૈસા માંગે તો તેને છુટા કરવામાં આવી રહ્યા છે.
ગ્રામીણ કેન્દ્રોનાં ટોપ પરિણામ સાબિત કરે છે કે શિક્ષણનું સ્તર સુધરી રહ્યું છે
અત્રે ઉલ્લેખનીય છે કે, ફરી એકવાર તમામ ધંધાઓ પૂર્વવત થઇ રહ્યા છે, તેવામાં પગાર નહી મળવાનાં કારણે કર્મચારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. ખાસ કરીને નોકરીયાત વર્ગ કરતા પણ રોજીંદું રળીને રોજ ખાતા કર્મચારીઓ માટે ખુબ જ મુશ્કેલી થઇ છે. સુરતનાં વરાછા રોડ ગિતાંજલી પાસે આવેલી હીરાની અશ્વીની ડાયમંડ કંપની દ્વારા 200 જેટલા કર્મચારીઓ 50 ટકા પગાર ચુકવવામાં આવ્યો હતો.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં વિસ્તાર, મહુવા તાલુકામાં સૌથી વધુ સવા ઇંચ જેટલો વરસાદ
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ સરકારની સ્થિતી પણ કફોડી છે. જો ઉદ્યોગ ગૃહોને પણ લાંબા સમયથી ધંધા રોજગાર બંધ હોવાના કારણે કઇ રીતે પગારની ચુકવણી કઇ રીતે કરવી તે મુશ્કેલી છે. તો બીજી તરફ કર્મચારીઓની પણ સ્થિતી કફોડી છે. તેવામાં સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube