તેજશ મોદી/સુરત :હાલમાં મંદીનો માહોલ માત્ર સુરતના ઉદ્યોગો પૂરતો જ સિમિત છે એવું નથી, દુનિયાભરના અનેક દેશોમાં હીરા ઉદ્યોગ (diamond industry) મંદી (recession) ના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે વૈશ્વિક સ્તરે વિસ્તરેલા સુરતના હીરા ઉદ્યોગની હાલત પણ એવી જ છે, એક સમયે લાખો લોકોને રોજગાર પુરા પાડતા હીરા ઉદ્યોગમાં ભલે હાલમાં સ્થિરતા હોય પરતું મંદી (recession in dimond industry) ની અસર સ્પષ્ટ પણે જોવા મળી રહી છે, અને તેને જ કારણે તેનો એક્સપોર્ટ માત્ર પાંચ દેશો પુરતો સિમિત રહી ગયો છે.


2020ની શરૂઆતમાં જ 3 રાશિઓને શનિદેવ પજવશે, મોટા ઉતાર-ચઢાવ આવશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતના ઉદ્યોગો હાલ મંદીમાં સપડાયા છે, ઉત્પાદન છેલ્લા કેટલાક મહિનાઓમાં સતત ઘટ્યું છે, અને તેમાં પણ લાખો લોકોને રોજગારી આપતા ઉદ્યોગોમાં તેની અસર અસ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. સુરતના હીરા ઉદ્યોગમાં 2008 જેટલી મંદીની અસર 2019માં એટલા માટે જોવા મળી નથી. કારણ કે ડાયમંડ ઉત્પાદક કંપનીઓ ડાયમંડ અને ગોલ્ડ જવેલરીની બ્રાન્ડ તરફ વળતા મંદીની અસર મોટી કંપનીઓમાં ખૂબ ઓછી જોવા મળી છે. જોકે જે મોટી કંપનીઓ મધ્યમ અને નાની હરોળની ડાયમંડ કંપનીઓને જોબવર્ક આપતી હતી, તેના પ્રમાણમાં 40 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. તેને લીધે ચાલુ સીઝનમાં સુરત સહિત ગુજરાતમાં 15 હજાર રત્નકલાકારો બેરોજગાર બન્યા છે. આ સ્થિતિનું એક કારણ એવું પણ છે કે, ભારતનો જેમ એન્ડ જવેલરીનો 90 ટકા એમ્પોર્ટ 5 દેશો પૂરતો મર્યાદિત થઈ ગયો છે. તાજેતરમાં કેન્દ્રિય વાણીજય મંત્રી પીયુષ ગોયેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ભારતના જેમ એન્ડ જવેલરી સંગઠનોએ લેટીન અમેરિકા, તુર્કિ કેનેડા જેવા દેશો સાથે એફટીએ કરવા માંગ કરી હતી. કે જેથી હીરા ઉદ્યોગ અને જવેલરી ઉદ્યોગને નવું બજાર મળી શકે. જોકે હોંગકોંગ ભારત માટેનું મુખ્ય બજાર હતું, પરતું ત્યાં ચાલી રહેલા આંદોલને કારણે ઉદ્યોગને મોટી આર્થિક અસર જોવા મળી છે. ત્યારે એક નજર આંકડા પર નાંખીએ તો.....


Railwayમાં સફર કરનારા માટે મહત્વના પણ શોકિંગ સમાચાર આવ્યા, રેલવેનું ભાડુ વધી શકે છે


ભારતનો જેમ્સ એન્ડ જ્વેલરીનો એક્સ્પોર્ટ કયા દેશમાં કેટલો          
દેશ     બિલીયન     એક્ષપોર્ટ (ટકામાં)
અમેરિકા    6.68    28
હોંગકોંગ    6.65    28
યુએઈ    6.32    26
બેલ્જિયમ    1.14    5
ઈઝરાઈલ     0.62    2
અન્ય    2.56    10.9


જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગના આંકડા પર નજર નાંખીએ તો એપ્રિલથી ઓકટોબર 2019માં જે આંકડાઓ સામે આવી રહ્યા છે, તે મુજબ ભારતનો એક્ષટે યુએસએ અને હોંગકોંગમાં 28 ટકા, યુએઇમાં 26 ટકા, બેલ્જિયમમાં 5 ટકા, ઇઝરાઇલમાં 2 ટકા નોંધાયો છે. જ્યારે કે રફ ડાયમંડના ઇમ્પોર્ટમાં બેલ્જિયમનો હિસ્સો ઘટી રહ્યો છે. તો બીજી તરફ યુએઇ અને સ્વિન્ઝરલેન્ડનો હિસ્સો વધી રહ્યો છે. બેલ્જિયમથી રફનો ઇમ્પોર્ટ 24 ટકા થઈ ગયો છે. એટલો ઇમ્પોર્ટ હવે સ્વિટ્ઝરલેન્ડ અને યુએઇથી થઇ રહ્યો છે. તે પછી હોંગકોંગથી 7 ટકા, દક્ષિણ આફ્રિકાથી 5 ટકા નોંધાયો છે. રફ હીરાની નિકાસ એપ્રિલ-નવેમ્બર 2019માં 807.97 મિલિયન કુલ 824.21 મિલિયન એક વર્ષ અગાઉ સરખામણીમાં નોંધાયું છે. જ્યારે સિન્થેટીક હીરાની નિકાસમાં યુએસ 6.82 મિલિયન, એપ્રિલ-નવેમ્બર 2015માં 6.70 મિલિયન ડોલર સામે આ જ સમયગાળા એક વર્ષ અગાઉ સિન્થેટીક પોલિશ્ડ ડાયમંડ નિકાસ એક વર્ષ અગાઉ 133.94 મિલિયન ડોલર સામે એપ્રિલ-નવેમ્બર 2019 સમયગાળા દરમિયાન 276.05 મિલિયન ડોલર રહી છે. બીજી તરફ પાંચ દેશોમાંથી આયાતનાં આંકડા પણ સામે આવ્યા છે.


B'day Special: વાજપેયીને હરાવવા નહેરુએ 2 કાર્ડનો ઉપયોગ કર્યો હતો, એક હતું bollywood અને બીજું...


રફ ઈમ્પોર્ટમાં કયા દેશો અગ્રેસર રહ્યા          
દેશ    બિલિયન     એક્ષપોર્ટ (ટકામાં)
બેલ્જિયમ    3.8    24
સ્વિઝરલેન્ડ    3.79    24
યુએઈ    3.75    24
હોંગકોંગ    1.13    7
દક્ષિણ આફ્રિકા    0.72    5
અન્ય    2.52    16


દેશના મંદીના વાતાવરણમાં પણ હીરા ઉદ્યોગ ટકીને રહેલો હોવાનો જીજેઈપીસીનો દાવો છે. જીજેઈપીસીના રિજનલ ચેરમેન દિનેશ નાવડિયા કહે છે કે, સુરતના હીરા બજારમાં આ વખતે ઉઠામણાંની સંખ્યા હજુ ચોક્કસ જાણી શકાઈ નથી, પરતું નાના કારખાના ધીમે ધીમે પોતાનું કામ બંધ કરી રહી છે, અને તેને જ કારણે 15 હજારથી વધુ રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે. રોજગારીનાં આંકડાઓનોમાં જ મતભેદ છે, પરતું હકીકતમાં એવું નથી.


સુરતનો હીરા ઉદ્યોગ એક સમયે 15 લાખથી વધુ લોકોને રોજગાર આપતો હતો, પરંતુ 2008ની વૈશ્વિક મંદી બાદ સતત ઉદ્યોગને અનેક વખત નુકસાન થયું છે. નોટબંધી અને જીએસટીને કારણે ઉદ્યોગને અનેક ઝટકા લાગ્યા છે. તો બીજી તરફ મેહુલ ચોકસી અને નીરવ મોદીએ આચરેલા કૌભાંડની અસર પણ ઉદ્યોગને થઇ છે. ત્યારે સરકારને જીજેઈપીસી દ્વારા રજૂઆત તો થઇ છે, પરતું જોવાનું એ છે કે સરકાર આ દિશામાં હકારાત્મક છે કે નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....