અનિરૂદ્ધ લિમયે, કોર્ટયાર્ડ મેરિયોટ : આખા દેશમાં આસો નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. નવરાત્રિના નવ દિવસો દરમિયાન મા દુર્ગાના અલગઅલગ રૂપ શૈલપુત્રી, બ્રહ્મચારિણી ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. મા દુર્ગાની ઉપાસના દરમિયાન અનેક લોકો વ્રત કરે છે અને આખા દિવસના ઉપવાસ પછી સાંજે ફરાળ કરે છે. જો આ ફરાળમાં સુકામેવાથી ભરપુર બનાના વોલનટ લસ્સીનું સેવન કરવામાં આવે તો રાત્રે ગરબાં રમવાની એનર્જી જળવાઈ રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાનગી : બનાના વોલનટ લસ્સી


સામગ્રી


  • 1 કપ લો ફેટ યોગર્ટ 

  • અડધુ કેળુ

  • 3 થી 4 અખરોટ (અથવા બ્રાઝીલ નટ્સ, હેઝલ નટ્સ, બદામ અને  પાઈન નટ્સ)નો સમાવેશ કરો.

  • 1 ટી સ્પૂન બીયા (અળસી અને તલ)

  • અડધો ટેબલ સ્પૂન મધ


પધ્ધતિ


  • ફૂડ પ્રોસેસરમાં યોગર્ટ, અળસી, તલ, અખરોટ અને કેળુ નાંખો. 

  • સ્મૂધ અને ક્રીમી થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો. 

  • ગ્લાસમાં નાંખો અને ઝીણાં સમારેલ વોલનટ્સથી ગાર્નીશ કરીને પિરસો. 


રેસિપી જાણવા માટે કરો ક્લિક...