અતુલ તિવારી/ અમદાવાદ: એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન દ્વારા અભ્યાસ માટે અંગ્રેજી સિવાય અન્ય ભાષાઓને માન્યતા આપી છે. AICTE એ 8 પ્રાદેશિક ભાષાઓમાં એન્જિનિયરિંગના અભ્યાસની છૂટ આપી છે. AICTE એ આપેલી છૂટ મુજબ હવે ભવિષ્યમાં એન્જિનિયરિંગનો અભ્યાસ ગુજરાતી ભાષામાં કરી શકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભવિષ્યમાં એન્જિનિયરિંગના અભ્યાસ માટે AICTE વધુ 11 ભાષાઓને પણ માન્યતા આપે તેવી શક્યતા જોવા મળી રહી છે. ગુજરાત સહિત દેશભરની કોલેજોમાં એન્જિનિયરિંગની બેઠકો વધી પરંતુ દર વર્ષે મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહેતા પ્રાદેશિક ભાષાઓને છૂટ આપવામાં આવી છે. અંગ્રેજી સિવાય અન્ય ભાષાઓમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે અને ખાલી રહેતી એન્જિનિયરિંગની બેઠકો વધુમાં વધુ ભરાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે.


આ પણ વાંચો:- ગુજરાતમાં કોરોના સંપૂર્ણ રીતે કન્ટ્રોલમાં આવ્યો હોવાનો મુખ્યમંત્રી રૂપાણીનો દાવો


એન્જિનિયરિંગનો અભ્યાસ અંગ્રેજી સિવાય ગુજરાતી, હિન્દી, તમિલ, બંગાળી, તેલગુ, કન્નડ, મરાઠી અને મલયાલમ જેવી ભાષાઓમાં પરવાનગી મેળવી કોલેજોમાં કરાવી શકાશે. કોઇપણ કોલેજ કે જેની પાસે એક્રેડેશન ના હોય તેને પણ પ્રાદેશિક ભાષામાં એન્જિનિયરિંગના અભ્યાસ માટે મંજુરી આપી શકાશે. જો કે ગુજરાતમાં હજુ એકપણ કોલેજ તરફથી પ્રાદેશિક ભાષામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરાવવા માટે પરવાનગી લેવામાં આવી નથી.


આ પણ વાંચો:- સુરતીઓના માથે વધુ એક ખતરો, મ્યુકરમાઈકોસિસના નવા 5 વેરિયન્ટ જોવા મળ્યા; 80 ટકા ઘાતક


જો કોઈ કોલેજ પરવાનગી માગશે તો આવતા વર્ષથી ગુજરાતીમાં એન્જિનિયરિંગનો કોર્ષ શરુ કરવાની પરવાનગી આપવામાં આવશે. AICTE એ તજજ્ઞોના માધ્યમથી એન્જિનિયરિંગના અભ્યાસક્રમનો ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કરી લીધો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube