• કોરોનાના કેસો વધતાં રિકવરી રેટ ઘટી ગયો હતો. જેથી સુરતના તંત્રમાં પણ ટેન્શનનો માહોલ હતો. ત્યારે હવે રિકવરી રેટ વધતા સારા સમાચાર કહી શકાય

  • સુરત રેલવે સ્ટેશન પર કેટલાક લોકો રેપિડ ટેસ્ટ વગર ભાગી રહ્યા હતા. ત્યારે SMC કર્મચારીઓ દ્વારા મુસાફરોને પકડી પકડી લાઇનમાં ઉભા રાખવામાં આવ્યા


તેજશ મોદી/ચેતન પટેલ/સુરત :કોરોનાની બીજી લહેર વચ્ચે સુરતમાં આશાનુ નવુ કિરણ દેખાયું છે. સતત વધી રહેલા કોરોનાના કેસ અને કોરોનાના મોતના આંકડા વચ્ચે લાંબા સમય બાદ રાહતના સમાચાર સામે આવ્યા છે. સુરત (surat) માં કોરોનાથી સાજા થવાનો રિકવરી રેટ 83.4 ટકા થયો છે. રિકવરી રેટ (recovery rate) 10 દિવસ પહેલા 77.5 ટકા થયો હતો. જે તંત્ર માટે પણ રાહતના સમાચાર ગણી શકાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના કેસ વધતા રિકવરી રેટ ઘટ્યો હતો 
સુરત શહેર અને જિલ્લામાં નવા કેસ કરતા સાજા થનારાની સંખ્યા સતત છઠ્ઠા દિવસે પણ વધતા સાજા થનારની સંખ્યા એક લાખને પાર પહોંચી છે. એક સમયે સુરતનો રિકવરી રેટ 94 ટકા સુધી પહોંચ્યો હતો. પરંતુ કોરોનાના કેસો વધતાં રિકવરી રેટ ઘટી ગયો હતો. જેથી સુરતના તંત્રમાં પણ ટેન્શનનો માહોલ હતો. ત્યારે હવે રિકવરી રેટ વધતા સારા સમાચાર કહી શકાય. 


આ પણ વાંચો : મે, જુલાઈ કે ઓક્ટોબર... જાણો કયા મહિનામાં આવશે કોરોનાની ત્રીજી લહેર...?


રેલવે સ્ટેશન પર ટેસ્ટીંગ 
સુરત રેલવે તંત્ર દ્વારા રેપિડ ટેસ્ટ મામલે કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. શહેરમાં બહારથી આવનાર લોકોના ફરજિયાત રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આજે રેલવે સ્ટેશન પર શરૂઆતમાં એવા દ્રષ્યો જોવા મળ્યા કે, કેટલાક લોકો રેપિડ ટેસ્ટ કરાવ્યા વગર ભાગી રહ્યા હતા. ત્યારે એસએમસી (SMC) કર્મચારીઓ દ્વારા મુસાફરોને પકડી પકડી લાઇનમાં ઉભા રાખવામાં આવ્યા હતા. 


આ પણ વાંચો : હોસ્પિટલમાંથી હીરાભાઈ ગુમ, તો પરિવારે કોના અંતિમ સંસ્કાર કર્યા? વડોદરાની હોસ્પિટલની મોટી બેદરકારી



ટેસ્ટ કરાવનારની દુકાન બંધ 
તો બીજી તરફ, સુરતના શાક માર્કેટમાં વેક્સીન કે કોવિડ રિપોર્ટ ફરજિયાત કરાયો છે. આજે સુરતમાં 400 લારીઓ બંધ કરાવાઈ છે. તો 4137 દુકાનોની તપાસ હાથ ધરાઈ હતી. જેમાં 2312 વ્યક્તિઓએ વેક્સીન લીધી હતી. તેમજ 273 વ્યક્તિઓએ રિપોર્ટ નહિ કાઢતા દુકાન બંધ કરાવાઇ હતી.