Government Jobs News: સરકારી નોકરી કરવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે. ગુજરાતમાં વિદ્યુત સહાયક તરીકે ભરતી બહાર પાડવામાં આવી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વિદ્યુત સહાયકની ભરતી બહાર પાડવામાં આવી છે. સત્તાવાર જાહેરાત પ્રમાણે GUNVL ની પેટા કંપની GETCO, DGVCL, MGVCL, UGVCL, PGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરતીની મહત્વની માહિતી


સંસ્થા    દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ
પોસ્ટ    વિદ્યુત સહાયક (જુનિયર ઈજનેર – ઈલેક્ટ.
કુલ જગ્યા      394
અરજી કરવાની શરુઆતની તારીખ    12/03/2024
અરજી કરવાની છેલ્લી તારીખ    01/04/2024
અરજી મોડ    ઓનલાઇન
ક્યાં અરજી કરવી    https://www.dgvcl.com/


સંસ્થા    ખાલી જગ્યા
GETCO    207
DGVCL    78
MGVCL    28
UGVCL    28
PGVCL    53
કુલ    394


શૈક્ષણિક લાયકાત
વિદ્યુત સહાયકની ભરતી માટે સામે આવેલી જાણકારી પ્રમાણે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં બીઈ ઈલેક્ટ્રીકલ અને વી ટેક ઈલેક્ટ્રીકલમાં સ્થાનત લોકો અરજી કરી શકશે. અરજી કરનારની ઉંમર 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. 


આ સરકારી ભરતી માટે 12 માર્ચથી ઓનલાઈન અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે. ઈચ્છુક ઉમેદવાર 1 એપ્રિલ 2024 સુધી વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકશે. વધુ વિગત માટે તમે દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ સત્તાવાર વેબસાઇટ જોઈ શકો છો.