ઝી બ્યુરો/ગાંધીનગર: આચાર્ય પસંદગી સમિતિની આજે ગાંધીનગરમાં મહત્વની બેઠક મળી હતી. જેમાં શાળાઓના આચાર્યોની ભરતી અંગે મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમા આચાર્યની ભરતી જાહેર કરવામાં આવી છે. 1900 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ સંદર્ભે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્વિટ કરી માહિતી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે ગાંધીનગરમાં આજે આચાર્ય પસંદગી સમિતિની બેઠક મળી હતી. જેમાં રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ભરતી અંગે નિર્ણય લેવાયો છે. આ સંદર્ભે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્વિટ કરી માહિતી આપી છે કે 1900 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. 



ઉલ્લેખનિય છે કે, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાલ 3000થી વધુ આચાર્યોની જગ્યા ખાલી છે, ત્યારે હાલ 1900 જેટલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરી છે.