ગુજરાત માટે આગામી 48 કલાક ભારે : પૂર જેવા વરસાદ માટે તૈયાર રહેજો, આ જિલ્લાઓ છે રેડ એલર્ટ પર
Gujarat Rains : રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી.... સુરત, નવસારી, વલસાડ, ભરૂચમાં રેડ એલર્ટ.... તો છોટાઉદેપુર અને નર્મદામાં પણ અતિભારે વરસાદની આગાહી..
Gujarat Weather Forecast : આગામી બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સાથે ગુજરાતના 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. કયા જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે તે જિલ્લા પર એક નજર કરીએ. છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. અમરેલી, ભાવનગર, બોટાદ, અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો આણંદ, વડોદરા, સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદ, તાપી, ડાંગ અને અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આ સિવાય ગુજરાતના તમામ જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં આગામી સાત દિવસ વિવિધ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થશે.
હવામાન વિભાગે આજે વરસાદને લઈ સમગ્ર રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ક્યા ક્યા આગાહી
- છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં આજે રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી
- અમદાવાદ સહીત તાપી, ડાંગ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
- આણંદ, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, અને દાહોદમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી
- રાજ્યના બાકીના જિલ્લાઓમાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી
ઉંધી રકાબી જેવડા ઉમરપાડામાં આભ ફાટ્યું, SDRF ટીમ સ્ટેન્ડબાય, મોહન-વીરા નદીમાં પૂર
આગામી બે દિવસ ભારે રહેશે
આગામી બે દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને બે દિવસ બાદ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આ વિશે હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, ઑફશોર ટ્રફ, સાયકલોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યમાં વરસાદ આવશે. આ માટે સમગ્ર રાજ્મયાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.
કોંગ્રેસનો નીતિન પટેલને જવાબ : જે અડવાણી અને મુરલી મનોહર જોશી સાથે થયું, તે ગુજરાતમા