ગુજરાત માટે આગામી 24 કલાક ભારે, આ જિલ્લાઓમાં મુશળધાર વરસાદનું છે રેડ અને ઓરેન્જ એલર્ટ
Gujarat Rains : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 74થી વધારે તાલુકામાં પડ્યો વરસાદ,,, નવસારીના ગણદેવીમાં સૌથી વધુ સવા 6 ઈચ વરસાદ,,, હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast : જ્યાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત કોરું છે, ત્યાં બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં દે દનાદન વરસાદ તૂટી પડ્યો છે. ગણદેવીમાં છ ઈંચ વરસાદ ખાબક્યો છે. તો અહીંનું અનેક ગામો બેટમાં ફેરવાયા છે. જોકે, ગુજરાતમાં આવનારા પાંચ દિવસ અનેક જિલ્લાઓમાં થંડર સ્ટ્રોમની ચેતવણી છે. પાંચ દિવસ સમગ્ર ગુજરાતના દરિયાકાંઠા માટે માછીમારો માટે વોર્નિંગ છે. આજે રવિવારે આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ત્યારે જાણો હવામાન વિભાગની આગાહી છે.
ગુજરાતમાં બે દિવસ વરસાદ
2 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની હવામાનની આગાહી છે. આજે અને આવતી કાલે ભારે વરસાદની હવામાનની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદ તૂટી પડશે. બે દિવસ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ અલર્ટ છે. તો સુરત, ભરૂચ, નર્મદા અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગનું સૂચન છે.
આ તારીખથી ફરી આવશે વરસાદ
મધ્ય રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઉત્તર ગુજરાત પર મોન્સુન ટ્રફ, સાયક્લોનિક સરક્યુલેશન અને લો પ્રેસર સિસ્ટમ સક્રિય હોય ત્યારે અમદાવાદમાં સારો વરસાદ પડે છે. પંરતુ હાલ વરસાદી સિસ્ટમ ઉત્તર ભારત તરફ ફંટાઈ ગઈ છે. જેને કારણે વાદળો બંધાતા હોવા છતા વરસાદ આવતો નથી. હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર, ચોમાસની સિસ્ટમ ફરી સક્રિય થયા પછી 15-16 જુલાઈથી સારા વરસાદની શક્યતા છે. ગત વર્ષે 12 જુલાઈ સુધી 154 મીમી વરસાદ પડયો હતો. પરંતુ આ વખતે આ સમયગાળા દરમિયાન 143 મીમી વરસાદ નોંધાયો છે. ગત વર્ષે એક સાથે 4 સિસ્ટમ સક્રિય હોવાથી સારો વરસાદ પડ્યો હતો. છેલ્લા 4-5 દિવસથી ભેજને કારણે વાદળો બંધાય છે. પરંતુ સિસ્ટમ નબળી પડી હોવાથી અપેક્ષા મુજબ વરસાદ પડતો નથી.
આ તારીખથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે : નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ
ગુજરાતમાં વરસાદની ઘટ
ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 26 ટકા વરસાદ વરસ્યો છે. નૈઋત્યના ચોમાસાનું આગમન થયાને એક મહિનો થઈ ગયો છે, પરંતુ મેઘરાજા હજુ સુધી મન મુકીને વરસ્યા નથી. રાજ્યમાં 9.15 ઈંચ સાથે સિઝનનો 26.32 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. જેની સામે ગયા વર્ષે 12 જુલાઈ સુધીમાં 48 ટકા વરસાદ વરસ્યો હતો. રાજ્યના 18 જિલ્લામાં 20 ટકાથી વધુ વરસાદની ઘટ છે. આ વખતે 20 ઈંચથી વધુ વરસાદ હોય તેવા માત્ર 25 તાલુકા છે. કચ્છમાં ગયા વર્ષે સીઝનનો 112 ટકા વરસાદ વરસ્યો હતો ત્યાં આ વર્ષે માત્ર 35 ટકા જ વરસાદ થયો છે. દાહોદ, આણંદ, અરવલ્લીમાં વરસાદની ઘટ છે. મહીસાગર અને ડાંગ જિલ્લામાં વરસાદની ઘટ છે.
ગુજરાતમાંથી કેમ ગાયબ થયો વરસાદ, અંબાલાલ શું કહે છે
ગુજરાતમાંથી ગાયબ થયેલા વરસાદ વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી છે. અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ નહિ થવાનું કારણ અરબ સાગરનો ભેજ નબળો છે. હાલમાં ચંદ્ર, બુધ, ગુરુ અને શુક્ર ઉત્તર ભારત તરફ કાર્યરત છે જે વરસાદ લાવશે. 12 થી 14 જુલાઈ સુધી મહારાષ્ટ્રમાં ગ્રહો કાર્યરત રહેશે. 15 જુલાઈ સુધી પવન વાહક ગ્રહો હોવાથી બંગાળાના ઉપસગારના હલચલ લાવશે. જેની અસર ગુજરાત સુધી થશે. 17 થી 18 જુલાઈમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. તો આ કારણે 19 થી 24 જુલાઈ ગુજરાતના વરસાદ થશે. કેટલાક ભાગોમાં આ સમયે ભારેથી અતિભારે વરસાદ થશે.
હવે ગુજરાતમાં આ જ જોવાનું બાકી હતું! ગાંધીનગરનું આખે આખું ગામ વેચી માર્યું
સાયક્લોનિક સરક્યુલેશન ગુજરાતમાં વરસાદ લાવશે
ગુજરાત મેઘરાજાએ બરાબર બેટિંગ કર્યા બાદ વરસાદનું જોર થોડું ઘટ્યું છે. આવી સ્થિતિમાં ચોમાસાને લઇને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ચોમાસાની ધરી ગુજરાતની નજીક આવી ગઇ છે. બીજી બાજુ, દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફ-શોર ટ્રફ છે. જ્યારે ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને મહારાષ્ટ્રમાં શિયર ઝોન જોવા મળે છે. આટલું જ નહીં, ઉત્તર પૂર્વ અસમમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને સાથે જ બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી એક ઓફ-શોર ટ્રફ છે. જેના કારણે મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત ઠેર-ઠેર ધોધમાર વરસાદ વરસ્યો છે. આ ઓફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘ મહેર કરી શકે છે. એટલું જ નહીં, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં 8-8 ઈંચ જેટલો વરસાદ પણ વરસાવી શકે છે. ઉપરાંત રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું સાયક્લોનિક સર્ક્યુલેશન જો ગુજરાત તરફ ગતિ કરે તો એકાદ-બે દિવસમાં ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે.