ગુજરાત માટે હવેના 36 કલાક ભારે : જામનગર, દ્વારકા અને પોરબંદરમાં રેડ એલર્ટ
Gujarat Rain : રાજ્યમાં 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી... જામનગર, દ્વારકા અને પોરબંદરમાં રેડ અલર્ટ... તો પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં ઓરેન્જ અલર્ટ...
Gujarat Weather Forecast : ગુજરાત માટે હવેના 36 કલાક બહુ જ ભારે છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસરા, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી છે. જેમાં કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ ઉદભવશે. તો અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટની આગાહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી 24 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યંત ભારે વરસાદ તૂટી પડશે. તો ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદી સંભાવના છે. આ વચ્ચે અમદાવાદમાં ક્યાક ભારે તો ક્યાક સામાન્ય વરસાદની આગાહી છે.
ગુજરાતમાં સરકારી શાળાઓના બંધ થવા અંગે શિક્ષણ મંત્રીનું મોટુ નિવેદન
હવામાન વિભાગે જણાવ્યું કે, હાલ ગુજરાતના વાતાવરણમાં ઓફ્સોર ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે. જેથી કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં રેડ અલર્ટ મૂકાયું છે. આ સાથે જ અમદાવાદમાં મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદમાં એકાદ જગ્યાએ ભારે વરસાદની પણ આગાહી છે. અત્યાર સુધી સીઝનલ વરસાદમાં 49%વરસાદ પડ્યો છે.
અમરનાથ યાત્રાએ ગયેલા 30 ગુજરાતીઓ ફસાયા, વરસાદમાં ગરમ કપડા પણ પલળ્યા
રાજ્યભરમાં એકધારો વરસાદ રહેશે
અંબાલાલ પટેલે જણાવ્યું કે, પુનર્વસુ નક્ષત્રના કારણે જુલાઈમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યાર બાદ પુષ્ય નક્ષત્રમાં પણ રાજ્ય સહિત દેશમાંમાં ભારે વરસાદ થશે. આ ચોમાસું અતિ વિશિષ્ટ પ્રકારનું રહેશે, જેમાં ખૂબ વરસાદ થશે. વાદળો નીચલા સ્તરે જુલાઈ મહિનામાં હોય છે. 11 જુલાઈ બાદ વરસાદમાં રાહત મળશે. પરંતુ તેના ચાર દિવસ બાદ ફરી એકવાર વરસાદ 15 જુલાઈ બાદ શરૂ થશે. જે લગભગ 20 જુલાઈ સુધી રાજ્યભરમાં એકધારો વરસાદ રહેશે.
પાકિસ્તાન-રાજસ્થાનની સિસ્ટમ ગુજરાતમાં બની
ચોમાસાની આ પેટર્ન વિશે તેમણે કહ્યું કે, બંગાળ ઉપસાગરમાં 20 જુલાઈએ બનતી સિસ્ટમ મજબૂત હશે, જેના કારણે દેશ સહિત રાજ્યમાં ભારે વરસાદ લાવશે. 24 થી 28 જુલાઈ દરમિયાન ફરી એકવાર ધોધમાર વરસાદ રહેશે. ઓગસ્ટમાં પણ લો પ્રેશર બનવાને કારણે રાજ્યભરમાં વરસાદ રહેશે. જે સિસ્ટમ પાકિસ્તાન અને રાજસ્થાન તરફ બનતી હતી, તે સિસ્ટમ હાલ ગુજરાતના ભાગમાં બની રહ્યા છે, જેના કારણે સતત વરસાદ રહેવાની શક્યતા રહેશે. જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં 10 જુલાઈ સુધી ધોધમાર વરસાદ રહેશે.
ગુજરાતમાં ફરી NDRF તૈનાત
રાજ્યમાં વાવાઝોડા બાદ ફરી એકવાર ભારે વરસાદની આગાહી આવી છે. ત્યારે સતર્કતાના ભાગરૂપે 7 જેટલી NDRF ની ટીમો હાલ રાજ્યના સંભવિત વરસાદની આગાહીવાળા વિસ્તારોમા ડિપ્લોઇ કરાઈ છે. અમરેલી, જૂનાગઢ, જામનગર, કચ્છ, નવસારી, રાજકોટ, અને વલસાડમાં NDRF ની 1-1 ટીમો ડિપ્લોય કરાઈ છે.