Ambalal Patel Monsoon Prediction : ગુજરાતમાં ટૂંકા વિરામ બાદ ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં હજુ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકોએ તો પૂર જેવી સ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવું પડે તેમ છે. આવામાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. થાસ કરીને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી છે. આ વચ્ચે આજે વરસાદને લઇ કેટલાક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરાયું છે. વરસાદને લઇ કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે. ખાસ કરીને જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દીવ અને દમણમાં ઓરેન્જ અલર્ટ છે. તો પોરબંદર, રાજકોટ, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, તાપીઅને, ડાંગમાં આજે યેલો અલર્ટ છે. આજથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજથી પાંચ દિવસ વરસાદની આગાહી 
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ આગાહી કરતા જણાવ્યું કે, આજથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સહિતના રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. હાલ અરબ સાગરમાં સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફ એક્ટિવ હોવાના કારણે ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ રહેશે. દરેક જગ્યાએ રાજ્ય સરકાર, માછીમારોને તમામ જગ્યાએ એલર્ટ માટે સૂચના આપવામાં આવ્યા છે. હાલમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેથી આજથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 
 



આગામી 3 કલાક ભારે 
ગુજરાતમાં આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગની આગાહી છે. આ 3 કલાકોમાં અમદાવાદ, ગાંધીનગર,  કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ અને, કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. વરસાદ હવે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વારો પાડશે. વાતાવરણમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી છે. હાલમાં રાજ્યમાં વરસાદનું હવામાનનું ઓરેન્જ અલર્ટ છે. 



 


ચાર દિવસ ક્યાં ક્યાં વરસાદ રહેશે


શુક્રવાર
નવસારી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢમાં અતિભારે વરસાદની આગાહી. તો આણંદ, ભરૂચ, ડાંગ, સુરત, તાપી, ભાવનગર, પોરબંદર, રાજકોટ અને દીવમાં ભારે વરસાદ રહેશે.


શનિવાર
નવસારી, વલસાડ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરમાં અતિભારે વરસાદની આગાહી. જેમાં ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર, જુનાગઢ અને રાજકોટમાં ભારે વરસાદ રહેશે.


રવિવાર
બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને કચ્થમાં અતિભારે વરસાદ પડશે. તો અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દેવભૂમિ દ્વારકા, જામનગરમા અને મોરબીમાં ભારે વરસાદ રહેશે.


સોમવાર
બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદ, જ્યારે કે મહીસાગર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબીમાં ભારે વરસાદ પડશે. 



આમ, આગામી ચાર દિવસ એટલકે શુક્રવારથી સોમવાર સુધીની આગાહી ગુજરાતીઓ માટે ભારે બનીને રહેશે. ખાસ કરીને શનિવારે ખાસ સાચવવા જેવું છે. 



હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીને પગલે પાટણ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં ખાસ કરીને પાટણ પંથકમાં મોડી રાત્રિથી ભારે વરસાદ શરુ થતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ગરકાવ થઇ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છૅ. ખાસ કરીને રેલવે ગરનાળા માં વરસાદી પાણી ગરકાવ થઇ જતા અવર જવરનો માર્ગ બંધ થઇ જતા હાઇવે પરથી શહેરમાં આવવાનો માર્ગ બંધ થતા ભારે મુશ્કેલીનો સામનો સ્થાનિક લોકોને કરવો પડી રહ્યો છૅ. ચોમાસામાં આ ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા દર વર્ષની છૅ. પાણીના નિકાલ માટે પાલિકા સદંતર નિષ્ફળ નીવડી છે. જેને લઇ પ્રજાજનો હાલાકી ભોગવી રહ્યાં છૅ.