રૂંવાટા ઉભા કરી દેતા સુરતના LIVE CCTV, સાતમા માળેથી પટકાતા બે વર્ષીય બાળકનું દર્દનાક મોત
બાળકને એકલા મૂકતા માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ભલભલાના રૂંવાડા ઉભા કરી દેતા આ CCTV ફૂટેજ સામે આવ્યા છે. માતા કામ કરી રહી હતી ત્યારે સાતમાં માળે રમતું બાળક રેલિંગમાંથી નીચે પટકાયું હતું. ફૂટબોલની જેમ આ બાળક ઉછળ્યું અને મોતને ભેટ્યું હતું. આ ઘટના સુરતના પાલ વિસ્તારમાં આવેલા સેલિબ્રેશન બિલ્ડીંગમાં બની હતી.
Surat News: બાળકને એકલા મૂકતા માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ભલભલાના રૂંવાડા ઉભા કરી દેતા આ CCTV ફૂટેજ સામે આવ્યા છે. માતા કામ કરી રહી હતી ત્યારે સાતમાં માળે રમતું બાળક રેલિંગમાંથી નીચે પટકાયું હતું. ફૂટબોલની જેમ આ બાળક ઉછળ્યું અને મોતને ભેટ્યું હતું. આ ઘટના સુરતના પાલ વિસ્તારમાં આવેલા સેલિબ્રેશન બિલ્ડીંગમાં બની હતી.
હાઉસકીપિંગનું કામ કરતી માતા બે વર્ષીય બાળકને પોતાની સાથે કામ પર લઈ ગઈ હતી. ત્યારે ભવ્ય નામનો બાળક બિલ્ડિંગના સાતમાં માળે રેલિંગ પાસે રમી રહ્યો હતો. આ દરમિયાન તે રમતો રમતો રેલિંગમાં અંદર ફસાઈ ગયો અને નીચે પટકાયો હતો. બાળકને તરત જ સિવિલ હૉસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. માત્ર ગણતરીની સેકંડોમાં જ બે વર્ષના બાળકનો ખેલ ખતમ થઈ ગયો હતો.
ગંભીર ઇજાના પગલે બાળકનું મોત
હાલ પાલ પોલીસે અકસ્માતની ઘટનાને લઈ તપાસ હાથ ધરી છે. બાળક જ્યા રમી રહ્યું હતું તે દરમ્યાન બાજુમાં મુકવામાં આવેલી જે લોખંડની રેલિંગ છે તેમાંથી રમતા રમતા પ્રથમ તેમણે પગ બહાર કાઢયા હતા. ત્યારબાદ બેલેન્સ ગુમાવતા બાળક આખું બહાર આવી ગયું હતું. આ બાળકે ઘણા સમય સુધી ત્યાં લટકી રહ્યું પરંતુ આખરે તેનો હાથ છૂટી જતા સાતમા માળેથી નીચે પટકાયું હતું અને ગંભીર ઇજાના પગલે તેનું મોત થયું હતું.
ઘટનાનાં CCTV સામે આવ્યા
રૂંવાટા ઉભા કરી દેનારી ઘટનાનાં CCTV સામે આવ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બે વર્ષીય ભવ્ય બિલ્ડીંગના સાતમા માળે દાદર પાસે રમી રહ્યો હતો. તે દરમિયાન નીચે પટકાયો હતો અને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. સિવિલના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.