રાજકોટીયન્સનો નવરાત્રીમાં તંદુરસ્તીને અનુલક્ષીને નવો ટ્રેન્ડ ‘યોગા વિથ દાંડિયા’
કંઈક નવું વિચારવા અને નવું કરવાનો શોખ અને ટેવ ધરાવતા રાજકોટીયન્સમાં ક્યારેય નાવીન્ય નો અભાવ રહેતો નથી. રાજકોટવાસીઓના લોહીમાં જ સતત બદલાવ અને પરિવર્તનની ભાવના રહે છે શહેરીજનો દાંડિયા વિથ યોગાના એક નવાજ ટ્રેન્ડ તરફ વળ્યાં છે.
સત્યમ હંસોરા/રાજકોટ: કંઈક નવું વિચારવા અને નવું કરવાનો શોખ અને ટેવ ધરાવતા રાજકોટીયન્સમાં ક્યારેય નાવીન્ય નો અભાવ રહેતો નથી. રાજકોટવાસીઓના લોહીમાં જ સતત બદલાવ અને પરિવર્તનની ભાવના રહે છે શહેરીજનો દાંડિયા વિથ યોગાના એક નવાજ ટ્રેન્ડ તરફ વળ્યાં છે.
કોઈ પણ તહેવાર હોઈ કે પછી અનેકવિધ પ્રવૃત્તિ... જો તેમાં ગરબા ન આવે તો એ ગુજરાતી ન કહેવાય. રાજકોટમાં એક નવો જ ટ્રેન્ડ શરૂ થયો છે "યોગા વિથ દાંડિયા" છે અનોખો કોન્સેપ્ટ રાજકોટીયન્સ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. રાજકોટમાં યોગ અને એરોબિકના અનોખા કલાસીસ ચાલી રહ્યા છે. જેમાં શહેરીજનો યોગ સાથે ગરબા રમી કસરત કરતા જોવા મળે છે. રાજકોટ રંગીલું અને મોજીલું શહેર કહેવાય છે.
[[{"fid":"223745","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"yog-garba.jpg","field_file_image_title_text[und][0][value]":"yog-garba.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"yog-garba.jpg","field_file_image_title_text[und][0][value]":"yog-garba.jpg"}},"link_text":false,"attributes":{"alt":"yog-garba.jpg","title":"yog-garba.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
રાજકોટમાં સારું સ્વાસ્થ્યને તંદુરસ્તી રાખવા માટે શહેરીજનો અનેકવિધ નુસખાઓ અજમાવતા હોઈ છે ત્યારે સ્વાસ્થ્ય સાથે એન્જોયમેન્ટને ધ્યાને લઇ રજવાડી ફેમિલી કલબના પ્રેસિડન્ટ મનીષ પ્રજાપતિ દ્વારા એરોબિક કલાસ તેમજ યોગના કલાસ ચલાવવામાં આવી રહ્યા છે. અહીં યોગા વિથ દાંડીયા શીખવાડવામાં આવી રહ્યા છે. જેનાથી માઈન્ડ ફ્રેશનેશ સાથે તંદુરસ્તી પણ સારી રહે છે. યોગાસનોની સાથે દાંડિયાનો તાલ મિલાવવા માટે યંગસ્ટર્સથી માંડી મોટેરાઓ દરરોજ સવારે 5.30થી 8 દરમ્યાન લોકો દાંડીયા વિથ યોગા કરીને અલગજ તાજગીનો અનુભવ કરે છે.
રાજકોટ : ઈન્કમ ટેક્સ ઓફિસર ખેડૂત પાસેથી 30 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
રાજકોટ શહેરમાં 100થી વધુ ગરબા ક્લાસીસ ચાલે છે જેમાંથી 20 જેટલા ક્લાસીસ તો બારેમાસ ચાલુ જ હોઈ છે. રજવાડી ફેમિલી ક્લ્બમાં ટ્રેનર તરીકે સેવા આપતા ભૂમિકા વ્યાસ યોગ અને એરોબિક્સના ટ્રેનર છે. તેમને એક વિચાર આવ્યો કે યોગ અને એરોબિક્સથી શરીરને અસંખ્ય ફાયદાઓ થાય છે. યોગ પ્રત્યે તમામ વર્ગના લોકોની રુચિ વધે અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે હેતુથી કંઈક નવું જ લઇને આવું જેથી લોકો વધુને વધુ યોગમાં જોડાઈ. આથી દાંડિયા સાથે યોગા કરાવવાનું શરૂ કર્યું.
જુઓ LIVE TV
યોગાની જુદી જુદી કસરતોમાં દાંડિયાના સ્ટેપ્સ બેસાડ્યા અને આ નવા ટ્રેન્ડને શહેરીજનોનો ખુબ જ પ્રતિસાદ મળ્યો અને લોકોની યોગ તરફ રુચિ પણ વધી. હાલ તો ફિટનેશની સાથે યંગસ્ટર્સ શોખની પણ પૂર્તિ કરી રહ્યા છે. ત્યારે રાજકોટનો યોગા વિથ દાંડિયાનો નવો ટ્રેન્ડ સમગ્ર ગુજરાતમાં પ્રચલિત બનશે તેવી આશા સંચાલકો સેવી રહ્યા છે.