રાજકોટ : કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા કોરોના વેક્સિનના રસીકરણ કાર્યક્રમ અંતર્ગત વેક્સીનનાં સ્ટોરેજ તેમજ વિતરણ માટે વહીવટી તંત્ર દ્વારા જોરશોરથી કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે રાજકોટ ખાતે રિજિયોનલ વેક્સીન સ્ટોર પુર્ણ ક્ષમતા સાથે તૈયાર કરવામાં આવ્યું હોવાનો આરોગ્ય અને તબીબી સેવાઓ, વિભાગીય નિયામક ડૉ. રૂપાલી મહેતાએ જણાવ્યું હતું. રાજકોટ ખાતેથી 8 જિલ્લાઓ અને 3 મહાનગરપાલિકાઓનું સપ્લાય કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેખ બાબુ મર્ડર કેસ: CID ક્રાઇમે 6 પોલીસ કર્મી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ, મૃતદેહ અંગે હજી ફાંફા

રાજકોટ ખાતેનાં વેક્સીન સ્ટોરમાં 2થી 8 સેન્ટીગ્રેડ  તાપમાનમાં સ્ટોર કરવા માટે બે વોક ઇન કુલર અને ત્રણ આઇસ લાઇન રેફ્રિજરેટર કાર્યરત છે. જેમાં આશરે 2 લાખ વાયલ સ્ટોર કરવાની ક્ષમાત છે. આ સ્ટોર ખાતે -15થી -25 સેન્ટિગ્રેડ તાપમાન મેઇનટેઇન કરી શકાશે. 6 ડીપફ્રિજ કાર્યરત છે જેમાં 1 લાખ વાયલ સ્ટોર કરી શકાશે. જેમાં 1 WIF રાજ્ય સરકાર તરપતી ફાળવાયું છે તે પણ ટુંક જ સમયમાં કાર્યરત કરવામાં આવશે. રાજકોટ ખાતે ઉભા કરાયેલા આ વેક્સીન સ્ટોર મારફતે રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, ભુજ, જૂનાગઢ, ગીરસોમનાથ તેમજ દેવભૂમિ દ્વારકા ખાતેના વેક્સીન સ્ટોર અને કોલ્ડ ચેન પોઇન્ટ પર ખાસ વાન દ્વારા વેક્સીન સપ્લાયનું આયોજન પણ વહીવટી વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. 


ભેંસ ખરીદવાના બહાને ખેડૂતને બોલાવી હનીટ્રેપમાં ફસાવી 10 લાખની માંગણી કરી, 4ની ધરપકડ

રાજકોટ મહાનગર પાલિકા હેઠળ 101 કેન્દ્ર, જામનગર મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતના 56, જૂનાગઢ પાલિકા અને પંચાયતના 57, દેવભુમિ દ્વારકા જી.પંચાયતના 32, પોરબંદર જિ.પંચાયતના 20, મોરબી જિલ્લાના 42, ભુજ જિલ્લા પંચાયત ખાતે 93 તેમજ ગીર સોમનાથ જિલ્લા પંચાયત હેઠળ 41 સ્ટોરેજ કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube