ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાથી મોટી રાહત મળી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસથી નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1040 નવા કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 14 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર બાદ 2570 લોકો સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 12 લાખ 16 હજાર 330 પર પહોંચી ગઈ છે. તો કોરોનાથી અત્યાર સુધી 10822 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાને માત આપી અત્યાર સુધી 11 લાખ 92 હજાર 841 લોકો સાજા થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસ પર નજર કરીએ તો અમદાવાદ શહેરમાં 341, વડોદરા શહેરમાં 170, બનાસકાંઠામાં 71, વડોદરા ગ્રામ્ય 64, સુરત ગ્રામ્ય 46, સુરત શહેર 34, ખેડા 31, ગાંધીનગર શહેર 25, કચ્છ 25, મહેસાણા 24, રાજકોટ ગ્રામ્યમાં 21 કેસ સામે આવ્યા છે. 



રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં એક વ્યક્તિનું તો વડોદરા શહેરમાં ચાર લોકોના મૃત્યુ થયા છે. આ સિવાય પંચમહાલ, સુરત ગ્રામ્ય, મહીસાગર, વલસાડ, જામનગર, સુરેન્દ્રનગરમાં એક કેસ નોંધાયો છે. 


રાજ્યમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 12667 છે, જેમાં 84 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 1192841 લોકો સાજા થયા છે. તો 10822 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વેક્સિનના 10 કરોડ 10 લાખ 23 હજાર 671 ડોઝ આપવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube