મૌલિક ધામેચા, ગુજરાત : ગુજરાત રાજ્ય પોલીસ વડાએ પોલીસકર્મીઓ માટે  મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હાલમાં અસહ્ય ગરમીમાં પોલીસ કર્મીઓને ડ્રેસની વુલન કેપથી અનુભવાતી અસુવિધા દૂર કરવા પોલીસના લોગોવાળી મિલીટરી કેપ પહેરવાની  પરવાનગી આપી છે. આના કારણે પોલીસને ઉનાળાના તડકાથી રાહત મળશે અને એ સારી રીતે ફરજ બજાવી શકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં પોલીસ કોરોના સંકટ વચ્ચે ભારે મહેનતથી ફરજ બજાવી રહી છે પણ આમ છતાં એના પર હુમલાની ઘટના બની રહી છે. આજે સરદારનગરમાં આવેલ નેહરુનગરમાં સ્થાનિકો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવાની ઘટના બની છે. હકીકતમાં પોલીસને અહીં બાવરી સમાજના લોકોનું ટોળું ભેગું થયો હોવાનો મેસેજ મળ્યો હતો. આ મેસેજને પગલે પોલીસ પહોંચી હતી અને તેમની પર લોકોએ પથ્થરમારો કર્યો હતો. 


શહેરમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ કપરી બની છે. કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોર્પોરેશન, પોલીસ અને આરોગ્ય વિભાગ એકસાથે મળીને કોરોનાને નાથવા માટેની કામગીરી કરી રહ્યું છે. તેવામાં પોલીસ અને મેડિકલ ટીમ પર હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. સોમવારે શહેરના બહેરામપુરા વિસ્તારમાં પણ પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube