બનાસકાંઠાના ખેડૂતો માટે રાહતના સમાચાર, `હાલ જે દેખાય છે તે તીડ નથી, ગ્રાસહોપર છે`
ખેડૂતોએ તીડ હોવાનો દાવો કરતાં ભારત સરકારની તીડ નિયંત્રણ ટીમ સરહદીય વિસ્તારમાં પહોંચી અને ખેતરોમાં સર્વે કર્યો હતો. સર્વે દરમિયાન સામે આવ્યું કે આ તીડ નથી. આ ગ્રાસ હોપર્સ નામના જીવજંતુ છે.
અલ્કેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વાવના સરહદીયા મિઠાવી ચારણમાં તીડ નહીં પરંતુ ગ્રાસ હોપર્સ નામના જીવજંતુ આવ્યા છે. ખેડૂતોએ તીડ હોવાનો દાવો કરતાં ભારત સરકારની તીડ નિયંત્રણ ટીમ સરહદીય વિસ્તારમાં પહોંચી અને ખેતરોમાં સર્વે કર્યો હતો. સર્વે દરમિયાન સામે આવ્યું કે આ તીડ નથી. આ ગ્રાસ હોપર્સ નામના જીવજંતુ છે. તીડ ન હોવાનું જાણવા મળતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. ઉલ્લેખનીય છે કે ખેડૂતોએ તીડ હોવાનું માનીને ચારથી પાંચ જીવાણુંને થેલીમાં પેક કર્યા હતા.
દેશમાં રહેવા અમદાવાદ સૌથી સસ્તું અને મુંબઈ સૌથી મોઘું શહેર, જાણો તમારા શહેરની સ્થિતિ
આ વિશે મળતી માહિતી પ્રમાણે, વાવના સરહદીય મિઠાવી ચારણમાં તીડ આવ્યા હોવાના ખેડૂતોના દાવાને પગલે ભારત સરકારની તીડ નિયંત્રણ ટીમ સરહદીય વિસ્તારમાં પહોંચી હતી. ખેડૂતોના દાવા મુજબ તીડ હોવાના પગલે સરપંચે કલેકટર અને તીડ નિયંત્રણની ટીમને જાણ કરી હતી. તીડ નિયંત્રણેની ટીમે અને ગ્રામ સેવકો દ્વારા મીઠાવી ચારણના ખેતરોમાં સર્વે હાથ ધર્યો હતો. એકલ દોકલ માત્રામાં તીડ જેવા જીવજંતુ દેખાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા. તીડ નિયંત્રણ ટીમના અધિકારીઓની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આ તીડ નથી પણ જીવ જતું ગ્રાસ હોપર્સ છે. તીડ ન નીકળતા ખેડૂતોએ રાહતનો દમ લીધો છે.
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ એક્શનમાં! આ દિગ્ગજ નેતાને બનાવ્યા નવા પ્રભારી
ઉલ્લેખનીય છે કે, તીડની લગભગ 12 જેટલી પ્રજાતિઓ છે. તીડને ટૂંકા શિંગડા હોય છે. તીડનું જીવનકાળ 3થી 5 મહિના સુધીનું હોય છે. તીડનાં જીવનચક્રનાં ત્રણ તબક્કા હોય છે. તીડનું અંગ્રેજી નામ શોર્ટ હોર્નએડ ગ્રાસ હોપર છે. લેટિનમાં સિસ્ટૉસેરકા ગ્રેગરિયા કહેવાય છે. વિશ્વનાં 30 જેટલાં દેશમાં તીડ ઈંડા મુકતા હોય છે. અફ્રિકાનાં સૂકા રણમાં પણ તીડ જોવા મળતા હોય છે. તીડનું એક ઝુંડ 30 લાખ ચોરસ મીટરનાં વિસ્તારને આવરે છે. ઈટાલીમાં તીડ માટે નિયંત્રણ તેમજ અભ્યાસ માટેનું વિશ્વ કેન્દ્ર ચાલે છે.
અમદાવાદમાં તથ્યકાંડ પછી વડોદરાનું તંત્ર જાગ્યું! 10 ફ્લાય ઓવર પર મુકાશે આ સુવિધા