મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિતો માટે રાહતના સમાચાર; સુપ્રીમ કોર્ટમાં કરેલી પિટિશન મામલે મહત્વનો હુકમ
Supreme Court Relief : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોના મોતના ચકચારભર્યા કેસમાં સીબીઆઇ તપાસ કરાવવા અને સમગ્ર કેસમાં આરોપીઓ સામે કલમ-302 લાગુ પાડવા દાદ માંગતી કેસના પીડિતો દ્વારા આખરે સુપ્રીમ કોર્ટમાં સ્પેશ્યલ લિવ પિટિશન દાખલ કરવામાં આવી હતી.
ઝી બ્યુરો/મોરબી: મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના પીડિતો માટે રાહતના સમાચાર આવ્યા છે..સુપ્રીમ કોર્ટમાં કરેલી પિટિશન મામલે મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે. ઘટનાની CBI તપાસ કરાવવા અને આરોપીઓ સામે કલમ 302 લાગુ પાડવા માટે સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન થઈ હતી. જેની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ. એમ. સુંદરેશ અને જસ્ટિસ રાજેશ બીંદલની ખંડપીઠે અરજદાર પીડિતોને બંધારણની કલમ-32 હેઠળ નવેસરથી અરજી ફાઇલ કરવા મંજૂરી આપી હતી.
બંગાળની ખાડીની નવી સિસ્ટમ શું ગુજરાતમાં અસર કરશે? ક્યારથી શરૂ થશે વરસાદ, ઠંડી આવશે?
આ અરજીની સુનાવણી સ્વતંત્ર રીતે તેના ગુણદોષના આધારે નિર્ણિત કરવા હુકમ કર્યો હતો. હાઇકોર્ટના ચીફ જસ્ટિસના હુકમથી નારાજ થઈ 112 જેટલા પીડિતો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.ત્યારે સુપ્રીમ કોર્ટના આ હુકમથી તેમને રાહત મળી છે.આ સ્પેશ્યલ લિવ પિટિશનમાં સિનિયર એડવોકેટ શદાન ફરાસરત અને એડવોકેટ ઉત્કર્ષ દવે સહિતના વકીલોએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં સીબીઆઇને તપાસ સોંપવા અને કલમ-302નો ઉમેરો કરવા દાદ માંગતી સંબંધિત પીડિત દ્વારા કરાયેલ અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે, તે હુકમ અયોગ્ય અને ગેરકાયદે છે કારણ કે, આ કેસમાં પોલીસ દ્વારા તપાસમાં ગંભીર ખામી રાખવામા આવી છે.
શરીરને અંદરથી ફાયદો કરે છે નાળિયેર તેલ, જાણો કયા સમયે અને કેવી રીતે સેવન કરવું
એટલું જ નહી, સીટની તપાસના રિપોર્ટમાં ખુદ નગરપાલિકા અને ઓરેવા કંપનીની જવાબદારી ઠરાવાઇ હોવા છતાં પાલિકાના કોઇપણ અધિકારીને આરોપી તરીકે જોડવામાં આવ્યા નથી. આ બનાવમાં પ્રોસીડિંગ્સમાં મોરબી કલેકટરનું નિવેદન શુઘ્ધાં લેવામાં આવ્યું નથી. અને ઝૂલતા પુલ ખાતેની ટિકિટો બ્લેક માર્કેટીંગ થતી હતી, તેથી 467 અને 468 લાગે પરંતુ આ કલમો લાગૂ પાડવામાં આવી નથી. જો સીબીઆઇને તપાસ સોંપાય તો નવા ખુલાસાઓ સામે આવે તેવી શકયતા છે.
દૈનિક રાશિફળ 9 જાન્યુઆરી: આજે વૃષભ, કન્યા રાશિને અચાનક મોટી માત્રામાં આર્થિક લાભ થશે
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોના મોત નીપજયાં હતા જે કેસની તપાસ સીબીઆઇને સોંપવા અને તમામ આરોપીઓ સામે કલમ- 302 લાગૂ કરવાની દાદ માંગતી પીડિતો દ્વારા સુપ્રીમ કોર્ટમાં સ્પેશ્યલ લિવ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટે પીડિતોની દાદ ગ્રાહ્ય નહોતી રાખી તે હુકમને પડકારવામાં આવ્યો હતો. અને હવે સુપ્રીમ કોર્ટે પીડિતોને બંધારણની કલમ-32 હેઠળ નવેસરથી અરજી ફાઇલ કરવા મંજૂરી આપી છે.
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
આ સ્પેશ્યલ લિવ પિટિશનની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.એમ.સુંદરેશ અને જસ્ટિસ રાજેશ બીંદલની ખંડપીઠે અરજદાર પીડિતોને બંધારણની કલમ-32 હેઠળ નવેસરથી અરજી ફાઇલ કરવા મંજૂરી આપી હતી અને આ અરજીની સુનાવણી સ્વતંત્ર રીતે તેના ગુણદોષના આધારે નિર્ણિત કરવા હુકમ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, આ અરજીની સુનાવણી વખતે હાઇકોર્ટના અગાઉના ચુકાદાનો કોઇ બાધ કે પ્રભાવ રહેશે નહી. અને આ સ્પેશ્યલ લિવ પિટિશનમાં સિનિયર એડવોકેટ શદાન ફરાસરત અને એડવોકેટ ઉત્કર્ષ દવે સહિતના વકીલોએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં સીબીઆઇને તપાસ સોંપવા અને કલમ-302નો ઉમેરો કરવા દાદ માંગતી સંબંધિત પીડિત દ્વારા કરાયેલ અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે, તે હુકમ અયોગ્ય અને ગેરકાયદે છે કારણ કે, આ કેસમાં પોલીસ દ્વારા તપાસમાં ગંભીર ખામી રાખવામા આવી છે અને એટલું જ નહી, સીટની તપાસના રિપોર્ટમાં ખુદ નગરપાલિકા અને ઓરેવા કંપનીની જવાબદારી ઠરાવાઇ હોવા છતાં પાલિકાના કોઇપણ અધિકારીને આરોપી તરીકે જોડવામાં આવ્યા નથી.
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો
આ બનાવમાં પ્રોસીડિંગ્સમાં મોરબી કલેકટરનું નિવેદન શુઘ્ધાં લેવામાં આવ્યું નથી. અને ઝૂલતા પુલ ખાતેની ટિકિટો બ્લેક માર્કેટીંગ થતી હતી, તેથી 467 અને 468 લાગે પરંતુ આ કલમો લાગૂ પાડવામાં આવી નથી. જો સીબીઆઇને તપાસ સોંપાય તો નવા ખુલાસાઓ સામે આવે તેવી શકયતા છે.