અતુલ તિવારી/ અમદાવાદ: કોરોનાના સુનામીથી આગામી 15 દિવસમાં લોકોને સામાન્ય રાહત મળે તેવી તજજ્ઞોએ શકયતા વ્યક્ત કરી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં સતત લોકો કોરોના ટેસ્ટ કરાવી રહ્યા છે. તો બીજી તરફ આગામી 15 દિવસમાં વધી રહેલા કેસોની ગતિ પર લગામ લાગે તેવી શક્યતા વ્યક્ત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસોની વધતી ટકાવારી અગાઉની સાપેક્ષામાં ઘટી છે. કોરોનાનો પીક નજીક હોવાનો તજજ્ઞોએ જણાવ્યું હતું. રાજ્યમાં ગઈકાલે એટલે 25 એપ્રિલે 14,296 કેસ, 24 એપ્રિલે 14,097 કેસ, 23 એપ્રિલે 13,803 કેસ, 22 એપ્રિલે 13,105 કેસ નોંધાયા હતા.


આ પણ વાંચો:- AHMEDABAD માં રાજપથ ક્લબ નજીક વધારે એક ડ્રાઇવ થ્રુ RT-PCR ટેસ્ટ સેન્ટર શરૂ


બીજી તરફ દેશભરમાં પણ વધી રહેલા કેસોની ગતિ પણ ધીમી પડી છે. દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 3,53,991 કેસો, 24 એપ્રિલે 3,49,691 કેસ, 23 એપ્રિલે 3,46,786 કેસો, 22 એપ્રિલે 3,32,720 કેસો સામે આવ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube