ઝી બ્યુરો/અમદાવાદ: રાહુલ ગાંધી સામે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજી પરત ખેંચાઈ છે. પૂર્ણેશ મોદીએ હાઈકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી લીધી છે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી સામેની બદનક્ષીની અરજી પરત ખેંચી છે. કેસની ટ્રાયલ ઝડપથી ચલાવવા સુરતની ટ્રાયલ કોર્ટને હાઈકોર્ટે આદેશ આપ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સરકારના કેટલાક મંત્રીઓ-બાબુઓ ફોનનો નથી કરતા ઉપયોગ, રેકોર્ડિંગનો ડર


રાહુલ ગાંધીએ આપેલા નિવેદનની સિડી તેને બતાવીને તેનો પુરાવો નોંધવામાં આવે તે પ્રકારની પૂર્ણેશ મોદીની માંગણી હતી. પરંતુ અગાઉ સુરત જિલ્લા અદાલતે પૂર્ણેશ મોદીની અરજીને ફગાવતા પૂર્ણેશ મોદીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી વખતે કરેલા નિવેદન બાદ પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે બદનક્ષીનો દાવો કર્યો છે. પરંતુ હાઇકોર્ટમાં પડતર કેસના કારણે કેસની ટ્રાયલમાં વિલંબ થતો હોવાની પૂર્ણેશ મોદી તરફથી રજૂઆત થઈ હતી. હાલ પૂરતા પુરાવાઓ સામે આવી ચૂક્યા હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી.


ગુજરાત પોલીસમાં ભરતી થવા યુવતીએ વાપરી ગજબની બુદ્ધિ, કર્મચારીઓ પણ ચોંકી ગયા!


પરંતુ મહત્વનું છે કે રાહુલ ગાંધી તરફથી આ હકીકત સાચી નહીં હોવાની રજૂઆત કરાઈ હતી. અરજદાર તરફથી થયેલું નિવેદન હકીકત દોષ વાળું હોવાનો રાહુલ ગાંધીના વકીલે દાવો કર્યો હતો.


શું હતો સમગ્ર કેસ?
આ પહેલા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ 2019માં પોતે PM મોદી પર કરેલ ‘ચોકીદાર ચોર હૈ’ નિવેદન માટે બિનશરતી માફી માંગી ચુક્યા છે. 2019ના મે મહિનામાં શ્રી ગાંધીએ કોર્ટમાં ટિપ્પણીને ખોટી રીતે જવાબદાર ઠેરવવા બદલ બિનશરતી માફી માંગી અને કહ્યું કે તેઓ તેને “સૌથી વધુ સન્માન અને આદર” માં રાખે છે.


ગુજરાત પોલીસમાં ભરતી થવા યુવતીએ વાપરી ગજબની બુદ્ધિ, કર્મચારીઓ પણ ચોંકી ગયા!


નોંધનીય છે કે રાફેલ મામલામાં સર્વોચ્ચ અદાલતના પ્રાથમિક ચુકાદાને કથિત રીતે ખોટી રીતે સૂત્ર આપવા બદલ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની મીનાક્ષી લેખી દ્વારા રાહુલ ગાંધી સામે તિરસ્કારનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.