ચેતન પટેલ/સુરત: લીંબાયતમાં પોલીસ સ્ટેશનથી માંડ 100 ફલાંગ દૂર જ બળાત્કાર અને ધર્મ પરિવર્તનનો સનસનીખેજ મામલો પ્રકાશમાં આવ્યો છે. હિન્દુ બાલિકાને ફસાવી સ્થાનિક ટપોરી વાજીદે બળાત્કાર ગુજાર્યા બાદ લગ્ન માટે મજબૂર કરી હતી. સાસરે ગયેલી બાલિકાને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા ફરજ પડાઇ હતી. એટલું જ નહીં નમાઝ પઢવા અને કુરાન વાંચવા માટે દાબ દબાણ કરી ભયંકર માનસિક શારીરિક ત્રાસ ગુજારાયો હતો. આ સાથે જ પતિની ગેરહાજરીમાં તેને પરિવાર વધૂ બનાવી દેવાયાના અતિ ગંભીર આરોપો સાથે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમા આગામી 3 કલાક ખુબ જ ભારે! સાંજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી


લીંબાયતના માથાભારે ચીટર વાજીદે છ વર્ષ અગાઉ એક બાલિકાને ફસાઇ હતી. યુવાની તરફ ડગ માંડી રહેલી બાલિકાને ફિલ્મી સ્ટાઇલે પ્રભાવિત કરી, ફોસલાવી વાજીદે તેની સાથેના સંબંધ વધાર્યા હતાં. તેણીને લગ્નની વાતમાં ફસાવી અને બળાત્કાર ગુજાર્યો હતો. અવાન નવાર શરીર સંબંધ બાંધી શારિરીક શોષણ કરી બાલિકાને લગ્ન કરવા મજબૂર કરાઇ હતી. ઉંમરના નાજુક પડાવે આંજી નાંખવામાં આવેલી બાલિકા સાથે લગ્ન કરી વાજીદ પોતાના ઘરે લઇ ગયો હતો. સરદાર નગર વિસ્તારમાં આવેલા મકાનમાં બાલિકા હવે પતિ વાજીદ, સાસુ-સસરા, બે જેઠ, બે જેઠાણી એમ દસેક જણા પરિવારમાં રહેવા મજબૂર કરાઇ હતી. 


આવનારું વર્ષ કેવું રહેશે? વર્ષો જૂની પ્રણાલી મુજબ ટિટોડીના ઈંડા પરથી કરાઈ આગાહી


બાલિકાનો હનીમૂન પિરીયડ તેણે સેવેલા સ્વપ્ન સમાન જ રહ્યો હતો. જો કે આખરે એ સ્વપ્ન જ હતું. એક સવારે તે તૂટી ગયું. લગ્નના બે માસ પછી મલેક પરિવારે પોત પ્રકાશ્યું હતું. મલેક પરિવારે બાલિકાના બહાર આવવા જવા પર કડકાઇ દાખવવા માંડી હતી. બાલિકાના મંદિરમાં જવા પર પ્રતિબંધ લાદી દેવાયો હતો. તેને મુસ્લિમ મહિલાઓ પહેરે છે એવા બુરખા સહિતના વસ્ત્રો પરિધાન કરવા દબાણ શરૂ કરાયું હતું. મંદિર જવા પર પાબંધી બાદ ધીરે ધીરે તેણી મુસ્લિમ ધર્મ અપનાવવા માટે પેંતરાબાજી શરૂ થઇ હતી. અમારા ઘર પરિવારમાં રહેવું હોય તો ઇસ્લામ અંગીકાર કરવો પડશે એમ કહી તેને સતત ટોર્ચર કરાઇ હતી. 


સુરતમાં રૂવાટાં ઉભા થાય તેવું મર્ડર, પથ્થરથી મોઢું છૂંદી શરીર પર લાકડાના ફટકા માર્યા


આખરે તેઓ સફળ થયા. બાલિકાનું બળજબીરીથી ધર્મ પરિવર્તન કરાવ્યું અને ઝોયા નામ રાખી દેવાયું હતું. હવે આખો પરિવાર તેને ઝોયા કહીને બોલાવતાં અને મુસ્લિમ રીત રસમો મુજબ રહેવા જણાવતાં હતાં. આ પરિવારે બાલિકાને હવે તું મુસ્લીમ બની છે તો તારે ઇસ્લામ ધર્મ મુજબ નમાઝ પઢવા અને કુરાન વાંચવું જોઇએ એમ કહેવા માંડ્યું અને પછી એ માટે દાબ દબાણ કરવા માંડ્યું હતું. મોનિકાને પહેલા ધર્મ પરિવર્તન કરવા મજબૂર કરાઇ, ઇસ્લામ અનુસાર રહેવા, નમાજ પઢવા, કુરાન વાંચવા સતત માનસિક ત્રાસ અપાયો હતો. જેના માટે બધું છોડ્યું એ પતિ પણ પોતાનો ન થતાં કંટાળેલી મોનિકાએ કંટાળીને મધ્યપ્રદેશ ખાતે તેમના ભાઇ સાથે રહેવા માટે જતી રહી હતી. 


ગુજરાત માટે રાહતના સમાચાર! દૈનિક કોરોના કેસમાં મોટો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા


જો કે થોડા સમયબાદ પતિ વાજીદ લેવા આવતા તે પરત લિંબાયત ખાતે આવી ગઇ હતી. બધુ સારૂ થઈ જશે એવો વિશ્વાસ ભરોસો જતાવી મોનિકાને પરત તો લઇ અવાઇ પરંતુ અહીં સ્થિતિ વધુ બદતર બની ગઇ હતી. પતિ તથા સાસુ-સસરા, બે જેઠ, જેઠાણીઓ તેણીને ઘરના કામકાજ તથા મુસ્લિમ ધર્મ અનુસાર નમાઝ પઢવા તથા કુરાન વાંચવા બાબતે દાબ દબાણ કરી ત્રાસ આપતાં રહ્યા હતા. અત્યાચારથી ત્રાસી ગયેલી બાલિકાએ પતિ અને સાસરિયાઓ સામે આ અંગે ફરિયાદ આપી હતી. જે ફરિયાદના આધારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.