રાજેન્દ્ર ઠક્કર/ભુજ: લખપત તાલુકામાં રણની શરહદ પાસે આવેલા ખટિયા ગામથી અંદાજે ૫૦૦ મીટરના અંતરે શરૂ કરાયેલા ખોદકામ દરમિયાન પાંચ હજાર વર્ષ જુના હડપ્પીય સભ્યતાના અવશેષો મળ્યા હતા. કેરળ અને કચ્છ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરાયેલા સંશોધન કામ દરમિયાન આ ઐતિહાસિક ખજાનો મળી આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડુંગરાળ વિસ્તારમાં પદ્ધતિસરના ખોદકામ સાથે થઈ રહેલા આ સંશોધનમાં આ સ્થળેથી માટીના વાસણોના ટુકડા શંખની બંગડી પથ્થરના મણકા તેમજ પથ્થરની બ્લેડ મળી આવી હતી. આ અવશેષો પરથી પુરાતનકાળમાં અહીં આખું ગામ વસતુ હોવાની સંભાવના છે.


સુરત: ભાજપના વધુ એક કોર્પોરેટર 50 હજારની લાંચ લેતા ઝડપાયા


આ સ્થળે ખોદકામ કરવા માટે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની મંજુરી લીધા બાદ ચાર દિવસથી ખોદકામ શરૂ કરાતા જમીનથી થોડી જ ઊંડાઈએ આવા અવશેષો મળ્યા હતા જે પાંચ હજાર વર્ષ જૂના છે. ખટિયાના ભૂગર્ભમાં ઐતિહાસિક અવશેષો દબાયેલા હોવાની બે વર્ષ પહેલા વિગતો પણ મેળવી હતી. આ વિસ્તારમાં અને ડ્રોન ડીજીપીએસ અને રોટલી સર્વે કરાયો હતો ત્યારબાદ આ કામગીરી કરાઈ હતી.