Police ના માસ્ટર પ્લાનમાં ફસાયા યુવક-યુવતી, કરતા હતા રેમડેસિવિર ઇંજેક્શનની કાળાબજારી

પાલનપુરના આબુરોડ હાઇવે પર ખાનગી હોસ્પિટલ નજીક રેમડેસિવિર ઈન્જેક્શન (remdesivir) વેચવા આવેલા યુવક-યુવતિ ઝડપાયા હતા
પાલનપુર: કોરોનાકાળમાં સારવાર માટે જરૂરી ઈન્જેક્શનોની કાળાબજારી મોટાપાયે ચાલી રહી છે. કોરોના વાયરસની બીમારીમાં કારગત નિવડેલ રેમડેસિવિર ઈન્જેક્શન (remdesivir) ની એક તરફ કાળાબજારી, અને બીજી તરફ નકલી ઈન્જેક્શનના ખબર સતત આવી રહ્યાં છે. થોડા સમય પહેલાં સુરતની એક હોસ્પિટલની સંડોવણી બહાર આવી હતી. ત્યારે રેમડેસિવિર ઈન્જેક્શન (remdesivir)ની કાળાબજારીનો વધુ એક કિસ્સો બનાસકાંઠાના પાલનપુરથી સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુરના આબુરોડ હાઇવે પર ખાનગી હોસ્પિટલ નજીક રેમડેસિવિર ઈન્જેક્શન (remdesivir) વેચવા આવેલા યુવક-યુવતી ઝડપાયા હતા. પાલનપુર પશ્વિમી પોલીસે ડમી ગ્રાહક મોકલી 18 હજાર રૂપિયામાં વેચવા આવેલા યુવક યુવતીને 5 ઇંજેક્શન સાથે ઝડપી પાડ્યા હતા.
પહેલા દવા અને હવે ઓક્સિજનની અછત સર્જાતા ''પ્રાણવાયુ''ની પણ કાળા બજારી કરતા 3 ઝડપાયા
પોલીસે ગોઠવેલા છટકામાં વડગામ તાલુકાના ચાંગા ગામના હર્ષદ અર્જુનભાઇ પરમાર અને જગાણા નજીક રહેતી દીપિકા મુળજીભાઇ ચૌહાણ નામની યુવતિને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાંથી તાજેતરમાં જ નકલી રેમડેસિવિરનું મસમોટું કૌભાંડ પકડાયુ છે. સુરત (Surat) ના ઓલપાડના પિંજરત ગામના એક ફાર્મ હાઉસમાંથી મોરબી પોલીસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોટી માત્રામાં નકલી રેમડેસિવિર બનાવવાનું કારખાનું ઝડપી લીધું હતું અને મોટા જથ્થાનો કબ્જો લીધો હતો.
રેમડેસિવિર ઇન્જેક્શનની કૌભાંડ: એક્સપોર્ટ ક્વોલિટીનું ઇન્જેક્શન મળ્યું, જે ભારતમાં છે પ્રતિબંધિત
મોરબીમાંથી નકલી રેમડેસિવિર ઇંજેક્શન પકડ્યા બાદ તેની તપાસનો રેલો અમદાવાદના જુહાપુરા અને તે પછી સુરતના ઓલપાડ તાલુકાના પિંજરત ગામના એક ફાર્મ હાઉસ સુધી પહોંચ્યો હતો. પોલીસે ત્યાં દરોડો પાડ્યો તો, નકલી રેમડેસિવિર ઇંજેક્શન (Remdesivir) બનાવવાનું કારખાનું જ મળી આવ્યું હતું.
ગ્લુકોઝના પાણીમાં મીઠું નાખી નકલી રેમડેસીવીર ઇન્જેક્શન બનાવવામાં આવતા હતા. પોલીસે મોટી માત્રામાં નકલી ઇંજેક્શનનો જથ્થો, સ્ટીકર, બોટલો, ગ્લુકોઝ પાવડરની બેગો અને કાર, મોબાઈલ, ફોન, લેપટોપ, વજન કાંટા મળી કુલ રૂપિયા 2.73 કરોડ કબ્જે લીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube