અમદાવાદ/ નવી દિલ્હી: ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રવિવારે ગુજરાતની કર્ણાવતી યૂનિવર્સિટીમાં યૂથ પાર્લામેંટ 2018ના એક કાર્યક્રમમાં ભાગ લેતાં અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માંગ કરીને આ મુદ્દાને ફરી હવા આપી છે. તેના એક વર્ષ પહેલાં વડોદરામાં ભારત વિકાસ પરિષદના એક કાર્યક્રમમાં ભાગ લેતી વખતે તેમણે આ માંગ ઉઠાવી હતી. થોડા દિવસો પહેલાં મુગલસરાય સ્ટેશનનું નામ બદલીને દીનદયાળ ઉપાધ્યાય સ્ટેશન કરવામાં આવ્યા બાદ શહેરોના નામ બદલવાની માંગ ફરી એકવાર ઉઠવા લાગી છે. આ કડીમાં ઇલાહાબાદનું નામ પ્રયાગ કરવાની માંગ તીવ્ર બની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરોના નામમાં પરિવર્તન મુજબ જો જોવામાં આવે તો સૌથી તાજુ ઉદાહરણ ગુરૂગ્રામનું છે. 2016માં હરિયાણાના આ શહેરનું ગુડગામમાંથી ગુરૂગ્રામ કરવામાં આવ્યું છે. 


ટિકાકારોનું કહેવું છે કે શહેરોના નામ બદલવાની આ કવાયત સંઘની તે વિચારધારાનો ભાગ છે જેના હેઠળ સ્થળોના નામ તેમના ભૂતકાળ સંસ્કૃતિના આધાર પર હોવું જોઇએ. એટલા માટે સંઘ પહેલાંથી જ ઘણા શહેરો તેમના ઐતિહાસિક નામોથી જ સંબોધિત કરે છે. ટિકાકારો તેનો 'વિદેશી' પ્રભાવના ખાત્મા અને ભારતીય ઇતિહાસને નવેસરથી વ્યાખ્યાયિત કરવાના સંદર્ભ સાથે જોડીને જુએ છે.

મંગળવારે સીએમ સોમનાથમાં, RSSની બેઠકમાં આપશે હાજરી, પૂરગ્રસ્ત વિસ્તારની લઈ શકે છે મુલાકાત


હૈદ્વાબાદ અને ઔરંગાબાદ
આ પ્રમાણે જો જોવામાં આવે તો અમદાવાદનું નામ કર્ણાવતી રાખવાની માંગ હિંદુ રાજા કરણ દેવના નામના આધાર પર કરવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે 11મી સદીમાં તેમણે જ આ શહેરની સ્થાપના કરી હતી. તેના આધારે મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરનું નામ શંભાજી અને હૈદરાબાદનું નામ દેવી ભાગ્યલક્ષ્મીના આધાર પર ભાગ્યનગર રાખવાની માંગ કરવામાં આવી રહી છે. શંભાજી છત્રપતિ શિવાજીના જયેષ્ઠ પુત્ર હતા. મુગલોએ પકડીને તેમની હત્યા કરાવી દીધી હતી. શિવસેના લાંબા સમયથી ઔરંગાબાદનું નામ બદલવાની માંગ કરી રહ્યું છે. 1990ના દાયકામાં જ્યારે મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપ સરકાર હતી, ત્યારે તેની ઔપચારિક પ્રક્રિયા પણ પૂરી કરી લેવામાં આવી હતી પરંતુ વાત આગળ ન વધી. 1996માં આ સરકારના દરમિયાન બંબઇ (બાંબે)નું નામ સ્થાનિક દેવીના આધારે મુંબઇ કરવામાં આવ્યું હતું.


ભોપાલથી ભોજપાલની માંગ
2011માં મધ્ય પ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણ સરકારે રાજ્યની રાજધાની ભોપાલનું નામ બદલીને ભોજપાલ કરવાનો આગ્રહ કેંદ્રને કર્યો હતો. જોકે તે વર્ષે રાજા ભોજપાલના સિંહાસનારોહણના એક હજાર વર્ષ પુરા થવાના અવસર પર આમ કરવાની માંગ કરી હતી. પરંતુ કોંગ્રેસના નેતૃત્વવાળી તત્કાલીન યૂપીએ સરકારે તેની સહમતિ આપી ન હતી. 


બેંગ્લોર બન્યું બેંગલુરૂ
જોકે ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકાર જ્યારે 2014માં સત્તામાં આવી તો ત્યારબાદ તાત્કાલિક બેગ્લોરનું નામ બેંગલુરૂનું કરવાની ઔપચારિક સહમતિ આપી દીધી. આ સાથે જ કર્ણાટકના 11 શહેરોના નામ પણ બદલવામાં આવ્યા. એનડીએ જ દિલ્હીના ઔરંગજેબ રોડનું નામ બદલીને પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામ નામ રાખી દીધું છે. 


રાજ્યોના નામોમાં ફેરફાર
રાજ્યોના નામોમાં ફેરફારનું સૌથી તાજું ઉદાહરન ઓડિશા અને પુડુચેરીનું છે. 2011માં ઔપચારિક રીતે તેના અંગ્રેજી સ્પેલિંગમાં બદલીને તેનું નામ ઉડીશાથી ઓડિશા અને પોંડિચેરીનું પુડુચેરી કરવામાં આવ્યું. તેના આધારે કેરલનું નામ બદલી કેરલમ કરવાની માંગ ઉઠી રહી છે.