અમદાવાદ: પ્રભા ખૈતાન ફાઉન્ડેશન અને કર્મા ફાઉન્ડેશનના સહયોગથી બેસ્ટ સેલીંગ  લેખિકા પ્રીતિ શિનોય સાથે અમદાવાદના રાઈટ સર્કલની પ્રથમ બેઠકમાં હાઉસ ઓફ એમજી ખાતે વાર્તાલાપનુ આયોજન કરવામાં આવ્યું હતું. લેખિકાએ તેના ચાહકો તથા સાહિત્ય કલબના સભ્યો તેમજ ઉગતા લેખકો સાથે ખૂબ જ નિખાલસપણે વાતચિત કરી. પ્રીતિ શિનોયનો  ભારતનાં પાંચ બેસ્ટ સેલીંગ લેખકોમાં સમાવેશ થાય છે. તેમણે છેલ્લા 12 વર્ષમાં 11 પુસ્તકો લખ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રીતિ શિનોયે એક પોતાના બાલ્યકાળમાં ઉત્સુક વાચક તરીકે કરેલી શરૂઆત પછી  બ્લોગ રાઈટર અને હવે  લેખિકા તરીકેની પોતાની સાહિત્યીક સફર અંગે વિગતે વાત કરી હતી. શ્રોતાઓ તાજેતરમાં જ નવા  પ્રકાશિત થયેલા તેમના પુસ્તક ‘The Rule Breakers’ અંગે જાણવા ખૂબ જ આતુર હતા. તેમણે પોતાના વિચારોની અભિવ્યક્તિ કરતાં જણાવ્યું કે તેમને નવા યુગના લેખક તરીકે ઓળખવામાં આવે છે તે તેમને ગમતુ નથી, કારણ કે હાલમાં 'છોકરો છોકરીને મળે' તે પ્રકારની વાત કેટલાક પ્રેરણાદાયી અવતરણો સાથે મૂકી દેવાય છે.  આથી વિપરીત તે સંશોધન આધારિત લેખન કરતી લેખિકા છે. તે વાર્તામાં કોઈ છટકબારીઓ  છોડતાં નથી અને સ્ટોરીલાઈન બાબતમાં તે વિગતો અંગે ખૂબ જ ચોકસાઈપૂર્વક ધ્યાન રાખતાં હોય છે.


વધુમાં તેમણે જણાવ્યું હતું કે લેખન દરમિયાન દરેક નાનામાં નાની બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે જેથી વાચકનો રસ જળવાઇ રહે. સરળ ભાષામાં પાણીની માફક લખાણ પુરૂ પાડ્યું છે. જેમ ગમે તેટલી વાર અને ગમે તેટલું પાણી પીવો પરંતુ કંટાળી ન જવાય તે પ્રમાણે વાચકને કંટાળો ન આવે તેનું ધ્યાન રાખી પાણીની માફક લેખન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે માણસો બદલતા રહે છે પરંતુ પુસ્તકો બદલાતા નથી. વાંચન મારા જીવનનો એક ભાગ છે. અમરચિત્ર કથાથી વાંચનની શરૂઆત કરી હતી.