અતુલ તિવારી/અમદાવાદ : કોરોના કાળમાં લાંબા સમયથી શિક્ષણકાર્ય ખોરંભે ચડેલું છે. શિક્ષણકાર્ય સંપુર્ણ બંધ છે. ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શાળાઓ બંધ હોવાના કારણે અને પરીક્ષાનું પણ આયોજન થઇ શકે તેમ નહી હોવાનાં કારણે આખરે ધોરણ 1થી 12ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું હતું. જો કે આ માસ પ્રમોશન માત્ર અને માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓને અપાયું હતું. રિપિટર્સ અંગે સરકારે નિર્ણય લેવાનું જે તે સમયે ટાળ્યું હતું. ત્યાર બાદ પરીક્ષા લેવાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PATAN: દેશના ટોચના ઉદ્યોગપતિ કરતા પણ વધારે કમાતો ચોર, એક સેકન્ડમાં 3.15 લાખ રૂપિયાની તફડંચી


જો કે હવે રિપિટર્સ પણ માંગ કરી રહ્યા છે કે, તેમને પણ માસ પ્રમોશનનો ફાયદો આપવામાં આવે. આ અંગે તેઓ વિવિધ પ્રકારે શિક્ષણ વિભાગને અને શિક્ષણ મંત્રીને અપીલ પણ કરી રહ્યા છે કે તેમને માસ પ્રમોશન આપવામાં આવે. જો કે હજી સુધી આ અંગે ભારે અવઢવની સ્થિતિ હતી. પરંતુ આજે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ખોંખારો ખાઇને જણાવી દીધું હતું કે, રિપિટર્સની પરીક્ષા કોઇ પણ સંજોગોમાં યોજાશે જ. વિદ્યાર્થીઓ કોઇ પણ પ્રકારની રાહતના વ્હેમમાં ન રહે. માટે તૈયારીઓ આરંભી દે. 15 જુલાઇએ પરીક્ષાનું આયોજન થશે અને તે અંગેની કામગીરી પણ પુર્ણ થઇ ચુકી છે. માટે વિદ્યાર્થીઓ કોઇ પણ વ્હેમમાં ન રહે અને પરીક્ષા અંગેની તૈયારીઓ શરૂ કરે. 


ટોક્યો ઓલિમ્પિકમાં અમદાવાદી ગર્લ કરશે ભારતનું પ્રતિનિધિત્વ, માના પટેલ લીધો વેક્સીનનો બીજો ડોઝ


અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સ્ટાર્ટઅપ અને ઈનોવેશનને પ્રોત્સાહન મળી રહે તે માટે હંમેશા કાર્યરત રહે છે. આ પ્રવૃત્તિને વેગ મળે તે હેતુસર જીટીયુ ખાતે નવનિર્મિત અટલ ઈન્ક્યુબેશન સેન્ટરનું (એઆઈસી) ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી અને કાર્યક્રમના મુખ્ય અતિથિ ભુપેન્દ્રસિહ ચુડાસમાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. વધુમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જીટીયુ એઆઈસી દ્વારા કરવામાં આવેલ RT-PCR ટેસ્ટ પ્રવૃત્તિની નોંધ લઈને USAની એઝીલેન્ટ ટેક્નોલોજી દ્વારા સમાજસેવાના ઉપલક્ષે જીટીયુને ભેટ આપેલ RT-PCR મશીનનો પણ કોવિડ-19ના નિદાન માટે શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અતિથિ વિશેષ અને ડિપાર્ટમેન્ટ ઑફ ટેક્નિકલ એજ્યુકેશનના મુખ્ય સચિવ એસ. જે . હૈદર , જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ અને કુલસચિવ ડૉ. કે. એન. ખેર ઉદ્ધાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતાં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube