પિતાએ વાવેલા વૃક્ષોને ધરાશાયી થયેલા જોઈ દીકરીનું દિલ ભાંગી પડ્યુ, પણ તેણે હાર ન માની
અમદાવાદમાં ચોમાસા દરમ્યાન સેંકડો વૃક્ષો પડે છે. પરંતુ તેને પુનઃ એ જ સ્થળે ઉભા કરવાનું આયોજન આજદિન સુધી થયું નથી. ત્યારે શહેરના નારણપુરામાં ધરાશાયી થયેલા લીમડાના 3 વૃક્ષો એક યુવતીની લાગણીના કારણે અનોખા અભિગમ સાથે પુનઃ એ જ સ્થળે ઉભા થવા જઇ રહ્યાં છે.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદમાં ચોમાસા દરમ્યાન સેંકડો વૃક્ષો પડે છે. પરંતુ તેને પુનઃ એ જ સ્થળે ઉભા કરવાનું આયોજન આજદિન સુધી થયું નથી. ત્યારે શહેરના નારણપુરામાં ધરાશાયી થયેલા લીમડાના 3 વૃક્ષો એક યુવતીની લાગણીના કારણે અનોખા અભિગમ સાથે પુનઃ એ જ સ્થળે ઉભા થવા જઇ રહ્યાં છે.
અમદાવાદીઓએ સાબરમતી સ્વચ્છતા અભિયાનમાં આપ્યો સાથ, દશામાની મૂર્તિ રિવરફ્રન્ટ પર જ મૂકી
ચોમાસામાં દરેક શહેરોમાં આ દ્રશ્યો ઠેરઠેર જોવા મળે છે. કારણ કે, ભારે વરસાદ અને પવનના કારણે શહેરમાં આ સીઝનમાં 400થી વધુ નાનામોટા વૃક્ષો પડી ગયા છે. જેમાં મોટાભાગના વૃક્ષો અને ડાળીઓને કાપીને તેનો નિકાલ કરી દેવામાં આવે છે. કચરામાં ફેંકી દેવાય છે. પરંતુ નારણપુરામાં ગઇકાલે ધરાશાયી થયેલા લીમડાના 3 વિશાળ વૃક્ષોને ફરી એ જ જગ્યા પર ઉભા કરવાનો પ્રયોગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયો છે.
Photos : આંખોમાં ન સમાય તેવું સૌંદર્ય હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સર્જાયુ છે
જી હા, આવુ જ કઇંક બન્યુ છે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં. અહીના સરકાર વસાહત વિસ્તારમાં ગત રાત્રે લીમડાના 3 વિશાળ વૃક્ષ મૂળિયા સાથે જ નમી પડ્યા હતા. બસ, આ 3 વૃક્ષો ધરાશાયી થયા મધુ નામની યુવતીની લાગણી દુભાઈ હતી. કારણકે ધરાશાયી થયેલા લીમડાના વૃક્ષોને 1991માં તેમના પિતાએ વાવ્યા હતા. અને એકાએક આ ત્રણેય વૃક્ષો નમી પડતા તેઓએ તેને પુનઃ ઉભા કરવા માટેના પ્રયત્નો શરૂ કર્યા. શરૂઆતમાં તેઓએ વિવિધ એનજીઓનો સંપર્ક કર્યો, પણ સફળતા ન મળી. આખરે તેઓએ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાના ધ્યાને આ વાત લાવતા મ્યુનિસિપલ કમિશનરે તુરંત તંત્રના ગાર્ડન વિભાગને આદેશ કર્યો અને પડી ગયેલા વૃક્ષોને ઉભા કરવા શક્ય એટલા તમામ પ્રયત્નો કરવા કહ્યું હતું.
અમદાવાદ : વિશાળ લીમડાનું વૃક્ષ રીક્ષા પર પડતા ચાલકનું ઓન ધી સ્પોટ મોત
નોંધનીય છે કે, હાલમાં શહેરમાં મિશન મિલીયન ટ્રી અંતર્ગત છોડ વાવવાની ખાસ ઝુંબેશ ચાલી રહી છે. જેથી મ્યુનિસિપલ કમિશ્નરે કરેલા આદેશ અનુસાર ગાર્ડન વિભાગના અધિકારીઓએ તૂટી પડેલા વૃક્ષોનો સર્વે કર્યો. જેમાં 3 પૈકીના 2 વૃક્ષોના મૂળિયા ફક્ત 25 ટકા જ નુકશાન પામ્યા હોવાનું અને 1 ઝાડના મૂળિયા 30 ટકા નુકશાન પામ્યા હોવાનું જણાયુ હતું. આમ આ ધરાશાયી થયેલા ત્રણેય વૃક્ષોને પુનઃ ઉભા કરવા શક્ય હોવાનું જણાતા આજે અધિકારી અને તેમના કર્મચારીઓની મોટી ફોજ ખાસ મશિનરીની મદદથી તેઓને રિપ્લાન્ટ કર્યા હતા તેવું ગાર્ડન એન્ડ પાર્કસ વિભાગના ડાયરેક્ટર જિગ્નેશ પટેલે જણાવ્યું હતું.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :