પાટણ ઉ.ગુજરાત યુનિ.ના ઉત્તરવહી બદલી કૌભાંડના રિપોર્ટ સોંપયા, કુલપતિ સહિત ગુનેગારોને ગાંધીનગર બોલાવાયા
Patan North Gujarat University: સરકારના શિક્ષણ વિભાગને આ રિપોર્ટ સોંપતા તેની તપાસ કરતા હાલ કુલપતિ સહીત અન્ય સહ કાર્મચારીઓની સંડોવાની બહાર આવી હતી. જેની તપાસ સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચને સોપવામાં આવતા કસૂરવાર કુલપતિ અને સહ કર્મચારીઓને સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગર જવાબ લેવા માટે બોલાવતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
પ્રેમલ ત્રિવેદી, પાટણ: પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2018 માં મેડિકલની એફ.વાય MBBS ની પરીક્ષામાં ગેરરીતિનું કૌભાંડ બહાર આવ્યું હતું અને આ મામલે તપાસ સમિતિને સોપાઈ હતી. જેના રિપોર્ટ કારોબારીમાં સોંપયા અને તેમાં ગેરરીતિ સામે આવી હતી. જે મામલે યુનિવર્સિટીમાં ભારે હોબાળો મચી ગયો હતો. ત્યારબાદ સરકારના શિક્ષણ વિભાગને આ રિપોર્ટ સોંપતા તેની તપાસ કરતા હાલ કુલપતિ સહીત અન્ય સહ કાર્મચારીઓની સંડોવાની બહાર આવી હતી. જેની તપાસ સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચને સોપવામાં આવતા કસૂરવાર કુલપતિ અને સહ કર્મચારીઓને સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગર જવાબ લેવા માટે બોલાવતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષ 2018 માં એફ.વાય MBBS ની માર્ચ-જૂન માસમાં લીધેલ પરીક્ષાના પરિણામ બાદ રીઅસેસમેન્ટ માટે વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. જેમાં ત્રણ વિદ્યાર્થીઓની ઉત્તરવહી બદલી કૌભાંડ આચારવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે ખાસ તપાસ સમિતિ બનાવી તેની તપાસ શરૂ કરતા હાલના કાર્યરત કુલપતી અને જેતે સમયે કૌભાંડ આચારવામાં આવ્યું હતું તે સમયના કેમેસ્ટ્રી વિભાગના હેડ જે.જે વોરા હતા. તેમની સંડોવાણી બહાર આવ્યાના રિપોર્ટ તપાસ સમિતિ દ્વારા યુનિવર્સિટીની કારોબારી મુકવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો હતો.
40 થી વધુ યુવતીઓને પછાડી આ યુવતી બની મિસ અમદાવાદ, મિસ ઇન્ડિયા માટે કરી ખાસ તૈયારી
આ મામલે તપાસમાં અન્ય સહ કર્મચારી પણ કસૂરવાર સામે આવ્યા હતા. સરકારને ધ્યાને આવતા શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા તપાસના આદેશ આપ્યા હતા અને તપાસ દરમિયાન હાલના કુલપતિ જે.જે વોરા કસૂરવાર સામે આવ્યા હતા. તેમ છતાં કુલપતિ પોતે નિર્દોષ હોવાનું રટણ કરી રહ્યા હતા, છેવટે તેની તપાસ સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ગત રોજ કુલપતિ જે.જે વોરા સાહિત 7 સહ કર્મચારીઓને ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગર ખાતે જવાબ આપવા તેમજ પૂછપરછ માટે બોલાવવામાં આવતા ભારે ચર્ચાઓનો વિષય બન્યો છે.
સુરતના રત્નકલાકારો માટે આવનારો સમય ખુબ જ વિકટ, અમેરિકાના આ નિર્ણયથી પરિસ્થિતિ કથળી
આ મામલે કુલપતિ જે.જે વોરાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બોલાવયા હતા જેમાં ઘટના મામલે આધાર પુરાવા અને નિવેદનો ક્રાઇમ બ્રાન્ચને આપ્યા હતા અને તપાસની પ્રક્રિયા ચાલુ છે. આ ઉત્તરવહી કૌભાંડ તો થયું છે પણ તેમા હું કોઈ જગ્યાએ સંકળાયેલ નથી તેમ કહી તેમનો બચાવ કર્યો હતો અને જે સંકળાયેલ છે તેમનું નામ બહાર આવે તેના માટે આ તપાસ છે અને તેને સજા થાય તેમ જણાવી વાતને ફેરવી તોલી હતી.
વર્ષ 2018 માં એફ.વાય MBBS ની માર્ચ- જૂન માસમાં યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવાઈ હતી. જેના પરિણામ જાહેર થયા બાદ 10 વિદ્યાર્થીઓએ રી- એસેસમેન્ટ માટે અરજી કરી હતી. જેમાં ગેર રીતિ થઈ હોવાની અરજી યુનિ.ના કારોબારી સભ્ય દ્વારા યુનિ. માં લેખીત અરજી કરવામાં આવતા તેની તપાસ માટે ખાસ સમિતિની રચના કરવામાં આવી હતી જે સમિતિએ આજે કારોબારીમાં રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube