રાજકોટ: પાટીદાર અનામત અંદોલન છોડ્યા બાદ રાજકારણમાં આવવા માટે ભાજપમાં જોડાયેલ રેશમાં પટેલ હવે ભાજપ સાથ છોડી દીધો છે. રેશમા પટેલે આજે પત્રકાર સાથે વાત કરતા જણાવ્યું કે મેં ભાજપમાંથી માનસિક રાજીનામું તો પહેલા જ આપી દીધું હતું જ્યારે આજે ભાજપ સાથે ઓફિશિયલ છેડો ફાડું છું. ત્યારે રેશમા પટેલ જણાવ્યુ હતું કે, હું હાર્દિક પટેલના સમર્થનમાં ચૂંઠણી પ્રચાર કરીશ અને હાર્દિક પટેલ જ્યાંથી ચૂંટણી લશે ત્યાં પ્રચારમાં જઇશ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: HCમાં હાર્દિકની સજા મોફૂક કરવાની અરજી પર સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા


રેશમા પટેલે પત્રકારો સમક્ષ ભાજપનો ખેસ ઉતારી જણાવ્યું કે, મેં ભાજપ પ્રદેશ અધ્યક્ષને પત્ર લખ્યો છે અને હું ભાજપમાંથી સત્તાવરા રાજીનામું આપી રહી છું. ઉપલેટાને મેં મારું ચૂંટણી સેન્ટર બનાવ્યું છે. હું પોરબંદર લોકસભા બેઠક પરથી ચૂંઠણી લડીશ. મેં પોરબંદર લોકસભામાં આવતા તમામ સરપંચોને પત્ર લખ્યો છે. મેં સપરંચ સંપર્ક અભિયાન શરૂ કર્યું છે. 


ગુજરાતનું આ ગામ છે તમામ સુવિધાઓથી સજ્જ, મહિલાઓને પણ મળી આ સુવિધા


જો કે, હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાયા બાદ રેશમાં પટેલે આજે ભાજપમાંથી રાજીનામુ આપ્યું છે. ત્યારે રેશમા પટેલ જણાવ્યુ હતું કે, હું હાર્દિક પટેલના સમર્થનમાં ચૂંઠણી પ્રચાર કરીશ અને હાર્દિક પટેલ જ્યાંથી ચૂંટણી લશે ત્યાં પ્રચારમાં જઇશ. જો કે, રેશમાં પટેલના આ નિવદનથી કહી શકાય કે ભવિષ્યમાં તે કોંગ્રેસમાં જોડાઇ શકે તેવા અણસાર દેખાઇ રહ્યાં છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો....