નવનીત દલવાડી, ભાવનગર: ગુજરાત સરકાર જયારે પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવાની મોટી મોટી વાતો કરી રહી છે, ત્યારે જ ઉનાળાના પ્રારંભે પાણીના પોકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભાવનગરના ફુલસર વિસ્તારમાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો કે જેને બે વર્ષ પહેલા ડ્રો મારફતે લાભાર્થીઓને સોપી તો દેવામાં આવ્યા હતા પરંતુ આ સુંદર આવાસોમાં પાણીની પારાયણથી આવાસ ધારકો પરેશાન થઇ ઉઠ્યા છે, અને ટેન્કરો મંગાવી પોતાની પાણીની તકલીફો પરિપૂર્ણ કરી રહ્યા છે, ત્યારે હવે પાણીની આ સમયનો કોઈ નક્કર ઉકેલ આવે તેવી માંગ કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેવાડાના માનવીને પણ પાયાની સુવિધા મળી રહે તેવા આશયથી તમામ જરૂરી સુવિધાઓ માટે રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ અમલમાં તો મૂકી રહી છે પરંતુ હકીકતમાં પાયાની સુવિધા મળે છે કે કેમ તેની તપાસ કરવાનો તંત્રના કોઈ અધિકારી પાસે સમય નથી. પ્રધાનમંત્રી આવાસ યોજનાના ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં બનેલા આવાસો કે જેમાં બે વર્ષ પહેલા ૨૫૬ આવાસો લાભાર્થોને સોપી દેવામાં આવ્યા અને લાભાર્થીઓ હરખભેર પોતાના નવા આવાસોમાં રહેવા તો ગયા પરંતુ તેઓ હવે પછતાય રહ્યા છે, કારણ.. કે અહીના સરકારી આવાસોમાં સરકારી કહી શકાય તેવું મહાનગરપાલિકાનું પાણી સાવ અપૂરતું આવે છે.


ગુજરાતમાં ચોથી લહેરની એન્ટ્રી? ભારતના આ 7 રાજ્યોમાં જોવા મળ્યો નવો વેરિયન્ટ! આ રહ્યા લક્ષણ


માત્ર 25% પાણી આવતું હોય અહીના રહીશો હવે અકળાય ઉઠ્યા છે. જેથી પીવાના પાણીની પારાયણ અહી સર્જાય છે. મહિલાઓ પાણી માટે લાઈનોમાં ઉભી રહી છે અને જેના કારણે આંતરિક બોલાચાલી અને બેડા યુદ્ધના દ્રશ્યો પણ સર્જાય છે. અહી બોરિંગ છે પરંતુ તળમાં પાણી ઓછું હોય કટકે કટકે પાણી ઉપર ચડે છે. જેના કારણે ઉપરના માળમાં વસવાટ કરતા લોકોને પાણીની ભારે મુશ્કેલી સર્જાય છે. ઉપરાંત આ બોરિંગનું પાણી અનેક શારીરિક સમસ્યા સર્જે છે. ત્યારે હવે આ આવાસોની મહિલાઓ કે જેમને ઘરકામ માટે પાણી ખુબ જરૂરી છે અને પાણી વગર ટળવળી રહી છે તે હવે સરકારને કોસી રહી છે, જો અહી પાણી પુરતું નથી આપી શકતા તો આ મકાનો અમોને આપ્યા શા માટે?


ગરમીનો પારો વધતા જ ફરવાનું યાદ આવ્યું, એકદમ સસ્તામાં કરો આ 5 હિલ સ્ટેશનની મુસાફરી


આ અંગે ભાવનગર મહાપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પૂછતા જણાવ્યું કે ફુલસર એ છેવાડાનો વિસ્તાર છે. અહી નવી અનેક સોસાયટીઓ બની રહી છે. ભારત સરકારના મિશન એવા "જલ સે નલ" યોજના હેઠળ હાઈટ ઉપર ઓવરહેડ ટેંક બનાવામાં આવી રહી છે. સાડા ચાર કરોડના ખર્ચે આ વિસ્તારમાં ટેંક તૈયાર કરવામાં આવી રહી છે તેમજ 2.75 કરોડ રૂ.ના ખર્ચે લાઈનો પણ નાખવામાં આવી રહી છે. જેથી અંદાજીત છ કરોડના ખર્ચે આ વિસ્તારમાં પાણીની સુવિધાના નિર્માણ કાર્ય હાથ ઉપર છે.


MS ધોનીએ એક વર્ષ પહેલા જ કરી હતી ભવિષ્યવાણી, જાણો કેપ્ટનશીપ છોડવા પાઠળની આખી કહાની


ઉપરાંત ઘર ઘર પાણીની લાઈનો ની કામગીરી શરુ છે, અને અલગ થી જોબ આપી પાણી ડાઈવર્ટ કરી ઘર ઘર સુધી પાણી પહોચતું કરી રહ્યા છીએ પરંતુ કોઈ જગ્યા પર પ્રેસરથી પાણી ના પહોચતું હોય તેવું બની શકે માટે આવનારા સમયમાં આ વિસ્તારના લોકોને પુરતું પાણી મળી રહે તે દિશામાં કામગીરી શરુ છે. ગત ચોમાસામાં શહેર અને જીલ્લામાં ખુબ સારો વરસાદ પડ્યો છે, અને ડેમમાં પણ પુરતું પાણી ઉપલબ્ધ છે ત્યારે હવે તંત્ર યોગ્ય આયોજન કરી પાણી વિતરણની ગોઠવણ કરે તે જરૂરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube