Kalol Nagarpalika Resigned: અગાઉ ગાંધીનગર જિલ્લાની કલોલ નગરપાલિકામાં મારામારી થઇ હતી, જેને લઇને આજે મોટું રિએક્શન સામે આવ્યુ છે. ગાંધીનગરની કલોલ નગરપાલિકામાં ભડકો જોવા મળી રહ્યો છે. આજે એકાએક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 11 સભ્યોના ભાજપના સભ્ય પદેથી રાજીનામા આપી દીધા છે. જેમણે સ્થાનિક ધારાસભ્ય સામે નારાજગી હોવાનો દાવો કર્યો છે. ગત 5 તારીખે પાલિકામાં મારામારી થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં પૂરગ્રસ્તો માટે સરકારે જાહેર કર્યું કરોડોનું પેકેજ, કોને કેટલા રૂપિયા મળશે


ગાંધીનગરની કલોલ નગરપાલિકામાં ભાજપમાં ભડકો થયો છે. નગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 11 સભ્યોએ રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત તમામ સભ્યોએ ભાજપના સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. રાજીનામું આપવા પાછળ સ્થાનિક ધારાસભ્ય સામે નારાજીગીનું કારણ સામે આવ્યું છે. મહત્વનું છે કે કલોલ નગરપાલિકામાં થયેલ મારામારીની ઘટના બાદ આ વિવાદ થયો હતો. 


બસ કરો અંબાલાલ...આ આગાહીથી તમારા અરમાનો પર ફરી વળશે પાણી! ગુજરાત પર છે મોટી ઘાત


નોંધનીય છે કે, કલોલ નગરપાલિકામાં અગાઉ રી-ટેન્ડરિંગ મામલે બે જૂથો વચ્ચે છૂટા હાથની મારામારી થઇ હતી. ભાજપના બે જૂથ સામે સામે આવી ગયા હતા, આ માથાકૂટ ઉપર સુધી પહોંચી છતાં નિવેડો ના આવતા આજે રાજીનામાનો દૌર શરૂ થયો હતો. થોડાક દિવસો અગાઉ કલોલ નગરપાલિકામાં મારામારીના ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. રોષે ભરાયેલા લોકોમાંથી એક વ્યક્તિએ હદ વટાવીને ટેબલ પર ચઢીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને લાફો ઝીંકી દીધો હતો. 


બજાર બંધ થયા પછી કંપનીને મળ્યો મોટો ઓર્ડર, સ્ટોક પર રાખો નજર; 2 વર્ષમાં 700% રિટર્ન


ગુસ્સે ભરાયેલા ટોળામાંથી એક અન્ય વ્યક્તિએ કોર્પોરેટરના પતિને ઉપરા-છાપરી ત્રણ-ચાર તમાચા માર્યા હતા, ખુરશી માથે ઉપાડીને અધિકારીને મારવાનો પ્રયત્ન પણ કર્યો હતો. અન્ય લોકોએ નારાબાજી કરીને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ પોલીસે સમગ્ર મામલો થાળે પડ્યો હતો.