અમદાવાદ બ્લાસ્ટમાં સૌથી વધારે ખુંવારી વેઠનાર સિવિલ હોસ્પિટલનાં સુપ્રિન્ટેન્ડન્ટની પ્રતિક્રિયા
વર્ષ 2008 માં સિરિયલ બ્લાસ્ટ કેસના ચુકાદા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટ ડોકટરો એમ.એમ. પ્રભાકરે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, કોર્ટે હવે ચુકાદો આપ્યો છે ત્યારે જે પરિવારોએ પોતાના મોભી ગુમાવ્યા, એ પરિવારો માટે પણ વિચારવું, એમને જરુરી મદદ કરવી જોઈએ.
અતુલ તિવારી/અમદાવાદ : વર્ષ 2008 માં સિરિયલ બ્લાસ્ટ કેસના ચુકાદા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલના પૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટ ડોકટરો એમ.એમ. પ્રભાકરે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, કોર્ટે હવે ચુકાદો આપ્યો છે ત્યારે જે પરિવારોએ પોતાના મોભી ગુમાવ્યા, એ પરિવારો માટે પણ વિચારવું, એમને જરુરી મદદ કરવી જોઈએ.
ડોક્ટર એમ.એમ. પ્રભાકરે ઝી 24 કલાક સાથે વાત કરતા કહ્યું કે 26 જુલાઈ 2008નો દિવસ સિવિલહોસ્પિટલ અને ગુજરાત માટે કાળો દિવસ કહેવાય, જેને ભૂલવું અશક્ય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને એલ.જી. હોસ્પિટલ જે શહેરની મુખ્ય બે હોસ્પિટલ કહેવાતી, એમાં જ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં બ્લાસ્ટ થયો હતો, પહેલા નાનો બ્લાસ્ટ ત્યારબાદ મોટો બ્લાસ્ટ થયો હતો. શહેરમાં આવા બ્લાસ્ટ થાય ત્યારે મોટી હોસ્પિટલમાં ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવતા હોય છે. શહેરમાં અનેક જગ્યાએ બ્લાસ્ટ થયા હતા, બ્લાસ્ટ બાદ સારવાર માટે કદાચ ભીડ હોસ્પિટલમાં હશે એવું વિચારીને હોસ્પિટલમાં બ્લાસ્ટ કરાયા હોઈ શકે છે.
સિવિલ હોસ્પિટલમાં બીજો મોટો બ્લાસ્ટ થયો ત્યારે લગભગ કઈ બચ્યું ન હતું, જેમાં જેમાં દર્દીઓ, એમના સગા, અમારા ડોક્ટરો તેમજ અન્ય સ્ટાફના કર્મીઓ સહિત 38 લોકોએ જીવ ગુમાવ્યા હતા. બ્લાસ્ટ બાદ તમામમાં ભય હતો કે જેમ એક અને પછી બીજો બ્લાસ્ટ થયો છે એમ ક્યાંક ત્રીજો બ્લાસ્ટ ના થાય. પણ ડોકટર તરીકે અમે અને અન્ય તમામ કર્મીઓએ જે ઘાયલ હતા એમને સારવાર આપી પોતાની ફરજ નિભાવી હતી.
હવે આખરે જ્યારે ચુકાદો આવી ગયો છે ત્યારે જેમ કોરોનામાં અનેક લોકોના મોત થયા અને સુપ્રીમ કોર્ટે તમામ મૃતકોને કમપેંસેશન આપવાનો આદેશ કર્યો છે, એવી રીતે એ તમામ મૃતકોના પરિવારને મદદ કરવા અંગે નિર્ણય લેવો જોઈએ. આ બ્લાસ્ટમાં જે લોકો નિરાધાર થયા, જેમણે પોતાના મા - બાપ, યુવાન બાળક ગુમાવ્યા, એમને પણ રાહત આપવી જોઈએ. અમારા સ્ટાફના અનેક લોકો જે પોતાનું ઘર ચલાવતા હતા એમનું પણ બ્લાસ્ટમાં મૃત્યુ થયું હતું.