હિતલ પારેખ, ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે અશાંતધારા સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. જેમાં અનૈતિક વ્યક્તિઓ ઉપર અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતો હસ્તગત કરવા પર પ્રતિબંધ લાવવા તેમજ આરોપીને 3થી 5 વર્ષની સજાની જોગવાઇ પણ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- ગુજરાત સરકારે ખેડૂતો પાસે વિજ કનેક્શનના નામે લૂંટ ચલાવી: અર્જુન મોઢવાડિયા


ગુજરાત વિધાનસભામાં આજે રાજ્યના અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મુકવાની જોગવાઇ કરતું, તેમજ તે વિસ્તારોની જગ્યામાંથી ભાડુઆતોને ખાલી કરાવો સામે રક્ષણ આપવા અંગેની જોગવાઇ કરતું સુધારા વિધેયક 2019 રજૂ કરવામાં આવશે.


વધુમાં વાંચો:- પંચમહાલ: નદીમાં સર્જાયો કૃત્રિમ ‘ફીણનો હિમાલય’, કારણ જાણીનો ચોકી જશો


આ ઉપરાંત અનૈતિક વ્યક્તિઓ ઉપર અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતો હસ્તગત કરવા પર પ્રતિબંધ લાવવા શિક્ષાની પણ જોગવાઇ કરવામાં આવી છે. આ સાથે આરોપીઓને ઓછામાં ઓછી 3 વર્ષથી 5 વર્ષ સુધીની મુદતની કેદની સજા અને 1 લાખ રૂપિયાના દંડની જોગવાઇ કરવામાં આવી છે. અથવા મિલકતની કિંમતના 10 ટકા દંડ વસૂલ કરવાની જોગવાઇ કરવામાં આવી છે.


જુઓ Live TV:- 


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...