અતુલ તિવારી, અમદાવાદ: આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 સાયન્સનું 72.2 ટકા પરિણામ જાહેર થયું છે. ત્યારે દાહોલ જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ જાહેર થયું છે. રાજકોટનું સૌથી વધુ 85.78 ટકા પરિણામ આવ્યું છે. ત્યારે આ સાથે ગુજકેટનું પણ પરિણામ જાહેર થયું છે. A ગ્રેડનું 78.40 અને B ગ્રેડનું 68.58 ટકા અને AB ગ્રેડનું 78.38 ટકા પરિણામ જાહેર થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 1 લાખ 8 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેનું પરિણામ આજે સવારે 10 વાગે જાહેર થઈ ગયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યભરમાંથી 95,982 રેગ્યુલર તેમજ 11,984 રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા. રાજકોટ જિલ્લાનું સૌથી વધુ 85.78 ટકા પરિણામ આવ્યું છે. ત્યારે સૌથી ઓછુ દાહોદ જિલ્લામાં 40.19 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડમાં 196 વિદ્યાર્થીઓ પાસ થયાં છે. જ્યારે A2 ગ્રેડમાં 3306 વિધાર્થીઓ પાસ થયાં છે.


વડોદરામાં રખડતા ઢોરના ત્રાસે વિદ્યાર્થીનો જીવ જોખમમાં, ગાયનું શિંગડું ઘૂસી જતા આંખ ફૂટી


[[{"fid":"384406","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ધોરણ 12 સાયન્સ બાદ ડિગ્રી એન્જીનીયરીંગ તેમજ ડિગ્રી/ ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ મેળવવા ગુજકેટની પરીક્ષા આપવી ફરજિયાત છે. ગુજકેટ 2022 ની પરીક્ષા સાયન્સના એ, બી અને એબી ગ્રુપના વિદ્યાર્થીઓએ આપી હતી. ત્યારે ગુજકેટનું પણ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં A ગ્રેડનું 78.40 અને B ગ્રેડનું 68.58 ટકા અને AB ગ્રેડનું 78.38 ટકા પરિણામ જાહેર થયું છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube