નવનીત દલવાડી/ભાવનગર: ઘોઘા-હજીરા રોપેક્સ ફેરી સર્વિસનો આજથી પુનઃપ્રારંભ કરવામાં આવ્યો છે. જેથી હવે વધુ સારી સુવિધા અને વધુ ઝડપ અને ડબલ વહન ક્ષમતા ધરાવતી ભારતની સૌથી મોટી અને પ્રથમ સોલર સંચાલિત વૉયેજ એકસપ્રેસ રોપેક્સ ફેરીની સેવાઓનો લોકો દિવસમાં બે વખત લાભ મેળવી શકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને દરિયાઇ માર્ગે જોડતી ઘોઘા હજીરા રોપેક્સ ફેરી સર્વિસ કે જે ઘણા લાંબા સમયથી ઇંધણના ભાવ વધારાના કારણોસર બંધ કરવામાં આવી હતી. ત્યાર બાદ સરકાર સાથે થયેલા વાટાઘાટ બાદ હવે આ સર્વિસ ને વધુ સારી સુવિધા, વધુ વહન ક્ષમતા અને વધુ ઝડપ ધરાવતા નવા જહાજ વોયેજ એક્ષપ્રેસ સાથે ફરીથી શરૂ કરી દેવામાં આવી છે.


આજે ઘોઘા ટર્મિનલથી નવું વોયેજ એક્સપ્રેસ જહાજ હજીરા ખાતે રવાના કરવામાં આવ્યું હતું. દરિયાઇ માર્ગે માત્ર 3 કલાકમાં ઘોઘાથી હજીરા પહોંચાડતી આ સુવિધાને પ્રવાસીઓ અને માલસામાનના પરિવહન માટે વધુ અનુકૂળ બની રહેશે. જેમાં વોએજ એક્સપ્રેસ ઇન્ડિયા દ્વારા ભારતની પ્રથમ સોલર દ્વારા સંચાલિત રોપેક્સ ફેરીની સેવાઓનો લોકો લાભ લઈ શકશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube