ઝી બ્યુરો/દાહોદ: દાહોદ અને છોટા ઉદેપુરમાં બોગસ સિંચાઈ કૌભાંડમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. છોટાઉદેપુર ખાતે બોગસ કચેરી ઉભી કરી કૌભાંડમાં પોલીસ તપાસમાં રિટાયર્ડ IAS અને પૂર્વ પ્રાયોજના વહીવટદાર અધિકારી બી.ડી નીનામાની સંડોવણી બહાર આવી છે. છોટાઉદેપુરમાં કાગળ ઉપર આખે આખી ખોટી સરકારી કચેરી જ ઉભી કરીને કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થતા ખળભળાટ મચી ગયો હતો. દાહોદ પોલીસે કૌભાંડ મામલે આજે રિટાયર્ડ IAS અને પૂર્વ પ્રયોજના વહીવટદાર અધિકારી બી.ડી નીનામાની ગાંધીનગર નિવાસ સ્થાનેથી ધડપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી બિમારીને લઈને ગુજરાતમાં એલર્ટ; પેનિક કરવાની જરૂર નથી, બસ નિયમોનું પાલન કરતા રહો


આરોપી સંદીપ રાજપુતે દાહોદ જિલ્લામાં છ જેટલી બોગસ કચેરીઓ ઉભી કરી કૌભાંડ આચર્યુ હતું. પોલીસે કૌભાંડમાં સંડોવાયેલા અંકિત સુથારની બે દિવસ અગાઉ ધરપકડ કરી હતી. બી.ડી નીનામા વર્ષ-2019 થી 2023 સુધી દાહોદમા પ્રયોજના વહીવટદાર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. દાહોદ અગાઉ તેઓ છોટાઉદેપુરમાં પણ પ્રાયોજના વહીવટદાર રહી ચુક્યા હતા. દાહોદ જિલ્લામાં છ જેટલી બોગસ સરકારી કચેરી ઉભી કરી સંદીપ રાજપુતે રૂપિરા 18.59 થી વધુનું કૌભાંડ આચર્યુ હતું. પૂર્વ IAS બી.ડી.નીનામાની ધરપકડ બાદ દાહોદ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે.


BIG BREAKING: TAT હાયર સેંકન્ડરીની પરિક્ષાનું પરિણામ જાહેર, એક ક્લિકમાં ચેક કરો


4 કરોડ 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ મેળવી
છોટા ઉદેપુરના બોડેલીમાં સંદીપ રાજપૂત નામના ભેજાબાજે કાર્યપાલક ઈજનેર શ્રી સિંચાઈ પ્રોજેક્ટ બોડેલી નામના બોગસ ડોક્યુમેન્ટથી ખોટી સરકારી કચેરી બનાવી હતી. કાગળ પર બનેલી આ કચેરીથી તેણે 2021થી સરકારને ચૂનો લગાવવાનું શરૂ કર્યું અને કુલ 93 કામની આદિજાતિ પ્રયોજના વિભાગની કચેરીમાંથી 4 કરોડ 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ મેળવીને ઉચાપત કરી નાખી હતી. દાહોદ અને ઝાલોદ ખાતે પણ બોગસ કચેરી ઉભી કરી 18 કરોડથી વધુની ગ્રાન્ટ ખોટી રીતે મેળવી હતી. બોગસ કચેરી હેઠળ 100 જેટલા વિકાસ કામો મંજુર કરાવી રૂપિયા 18,59,96,774 કરોડ જેટલી માતબર રકમની ગ્રાન્ટ મેળવી કૌભાંડ કરવામાં આવ્યું હતું.  


રાણીબાની હવા નીકળી ગઈ! જાણો કોર્ટે 6 આરોપીઓના કેટલા દિવસના મંજૂર કર્યા રિમાન્ડ?


આ મામલે પોલીસે તપાસ હાથ ધરીને સંદીપ રાજપૂત અને અબુબકર સૈયદ નામના બે ઠગોની ધરપકડ કરી હતી. બંનેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમના 12 દિવસના રિમાન્ટ મંજૂર કર્યા હતા. જે બાદ ઠગોએ દાહોદ અને ઝાલોદમાં પણ 6 જેટલી સિંચાઈની બોગસ કચેરી ઊભી કરી કરોડોનું કોભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું હતું.    


ભારતીયોને ઝટકો! સાઉદી અરેબિયામાં વિદેશી કામદારો માટે બદલ્યા નિયમો, અહીં નહીં કરી શકે