અમદાવાદ :આજે સવારથી ભાજપમાં ભૂકંપ જેવી પરિસ્થિતનું નિર્માણ થયું છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સરકારી અધિકારી પર આરોપ મૂક્યો છે કે, તેમના કામ અટકાવી દેવાયા છે. જો કામ નહિ થાય તો હું રાજીનામુ આપીશ. તો બીજી તરફ, મહેસૂલ વિભાગના મંત્રી આ સમગ્ર મુદ્દે કહ્યું કે, તે તળાવ પર બાંધકામમે લઈ હાઈકોર્ટે સ્ટે આપ્યો છે,,,આ મેટર હાઈકોર્ટમાં છે. ત્યારે આ સમગ્ર મામલે કોણ સાચું છે અને કોણ ખોટું છે તે જોવું રહ્યું. પરંતુ એ વાત તો સ્પષ્ટ છે કે નેતાઓની સરકાર પ્રત્યે હાડોહાડ નારાજગી છે. 


આજે મકર રાશિમાં શનિનો પ્રવેશ, 3 રાશિની સાડાસાડીની પનોતી શરૂ થઈ, સર્જાશે મોટી ઉથલપાથલ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ મોવડીઓએ કેતન ઈનામદારનો ગુસ્સો માંડ શાંત કર્યો, ત્યાં મધુ શ્રીવાસ્તવે રાજીનામાની ચીમકી આપી 


નાયબ મુખ્યમંત્રીનું નિવેદન
આ સમગ્ર મામલે નાયબ મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું કે, જો કોઈ નારાજ થતા નથી. દરેક ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં મનગમતા કામ કરવા માંગતા હોય છે. જે માટે તેઓ સંબધિત અધિકારીઓ પાસે માંગ પણ કરતા હોય છે. સિંચાઇ વિભાગમાં મધુ શ્રીવાસ્તવ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશ અનુસાર સરકાર મંજૂરી આપવા કટિબદ્ધ છે. મધુ શ્રીવાસ્તવનું નિવેદન સ્વભાવિક છે. તેઓનો સ્વભાવ ઉગ્ર છે. અમારી સરકારમાં કોઈ હનુમાન નથી. બધા રામ છે. સરકાર પાસે બધાની ઘણી માંગણીઓ હોય છે. પરંતુ સરકાર પોતાની જોગવાઇ અનુસાર કામ કરે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક