અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના ફરી એકવાર બેકાબુ બન્યો છે. બીજી તરફ વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે. જેમાં ધારાસભ્યો અને અધિકારીઓ પણ કોરોના સંક્રમિત થયા છે. ત્યારે હવે મહેસુલ મંત્રી કૌશિક પટેલની વિધાનસભા ગૃહમાં તબિયત લથડતા તેમને તત્કાલ તેમના ઘરે લઇ જવાયા હતા. અત્યાર સુધીમાં એક મંત્રી સહિત કુલ 180 પૈકી 12 ધારાસભ્યો 30 જ દિવસમાં પોઝિટિવ આવ્યા છે. જ્યારે સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઇશ્વર પરમાર ક્વોરન્ટીન પુર્ણ કરીને ગૃહમાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Rivaba એ જાણો કેમ કહ્યું દિકરીને ભણતર અને દિકરાને સાવરણી, કર્યો આ અંગે ખુલાસો


બે વર્ષ અગાઉ મહેસુલ મંત્રી કૌશિક પટેલને ન્યૂમોનિયા થતા તેમને અમદાવાદની સાલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમની તબિયત વધારે લથડવાને પગલે તેમને સાલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી. હાલમાં જ મુખ્યમંત્રીથી માંડીને મુખ્યમંત્રીના નાયબ સચિવ કોરોના પોઝિટિવ આવતા તેઓને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. આ અગાઉ 6 ધારાસભ્યો પણ કોરોનાગ્રસ્ત થયા હતા. 


BREAKING: રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ યથાવત, જાણો ક્યાં સુધી લંબાવાયો


અનેક ધારાસભ્યોના કોરોના પોઝિટિવ આવ્યા બાદ સાથી મિત્રોના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. વિધાનસક્ષા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ તમામ ધારાસભ્યોને કોરોના ટેસ્ટ કરવા માટે સુચન કર્યું હતું. ગૃહમાં કોરોનાને પગલે મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે. વિધાનસભાગૃહમાં કોરોના વધી રહ્યો છે. જેને લઇ આરોગ્ય તપાસ કામગીરી વધારે કડક કાર્યવાહી કરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube