તૃષાર પટેલ/વડોદરા: સમગ્ર ગુજરાત રાજ્યના મહેસુલ કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નો બાબતે અવાર નવાર સરકાર સમક્ષ રજૂઆત કર્યા બાદ આજ દિન સુધી તેનું નિરાકરણ નહિ આવતાં રાજ્યના મહેસુલ વિભાગના કર્મચારીઓ આજે માસ સીએલ પર ઉતર્યા હતા. વડોદરા શહેર જિલ્લાના ચારસો જેટલા કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જતાં કલેકટર કચેરીમાં આવેલ મહેસુલ વિભાગની ખુરશીઓ ખાલી જોવા મળી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા કેટલાય સમયથી રાજ્યના મહેસુલ વિભાગના કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. રાજ્યના મહેસૂલ મંત્રીને પણ વારંવાર રજૂઆત કરવા છતાં આ વિભાગના કર્મચારીઓના પ્રશ્નો લો કોઈ નિરાકરણ આવ્યું નથી. મહેસુલ વિભાગના કર્મચારીઓની વિવિધ નવું જેટલી માગણીઓ પૂર્ણ ન થતા આજે સમગ્ર રાજ્યના મહેસુલ વિભાગના કર્મચારીઓએ માસ સીએલનું શસ્ત્ર ઉગામ્યું હતું.


જવાહર ચાવડા બાદ પરસોત્તમ સાબરિયા, કોંગ્રેસના પંજામાંથી વઘુ એક ધારાસભ્યનું રાજીનામું


આજે રાજ્યના મહેસુલ વિભાગના તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા હતા ત્યારે વડોદરાના 400થી વધુ કર્મચારીઓ પણ આ આંદોલનમાં જોડાયા હતા.વડોદરા મહેસુલ વિભાગના તમામ કર્મીઓ આંદોલનમાં જોડાતા કલેકટર કચેરી ખાતે આવેલ મહેસુલ વિભાગ આજે ખાલીખમ જોવા મળ્યો હતો. રેવન્યુને લગતા અગત્યના કામો લઈને આવનાર અનેક નાગરિકોને કર્મચારીઓના આંદોલનને કારણે આજે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.


જવાહર ચાવડાએ પહેર્યો કેસરીયો ખેસ, કોંગ્રેસમાં મઝા નથી તેથી પક્ષ બદલ્યો


મહેસુલ વિભાગમાં ફરજ બજાવતાં કર્મચારીઓની વિવિધ નવ જેટલી માંગણીઓ સરકાર દ્વારા કેટલાય સમયથી સ્વીકારવામાં નહિ આવતા આજે રાજ્યભરના મહેસુલ વિભાગના કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. આગામી તા.11 માર્ચ સુધીમાં રજૂઆતને સરકાર નહીં સ્વીકારે તો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની ચીમકી પણ કર્મચારી મંડળના આગેવાને ઉચ્ચારી છે.



મહત્વનું છે કે, મહેસુલ કર્મચારીઓની આજે યોજાયેલી માસ સી.એલ. હડતાળની સરકાર દ્વારા લીધી નોંધ લેવામાં આવી છે. 2012ના સીધી ભરતીના નાયબ મામલતદારને નિયત પરીક્ષા પાસ કરેલાઓને કરાર આધારિત નિમણૂકમાંથી નિયમિત નિમણુંક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.