શહેરમાંથી આવેલા લોકોથી ગામડાઓમાં ઉચાટ, ટહેલથી માંડી CCTV દ્વારા રખાઇ રહી છે નજર
કોરોનાને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. 21 દિવસના લોકડાઉનની જાહેરાત બાદ રિવર્સ માઇગ્રેશનની શરૂઆત થઇ ચુકી છે. શહેરમાંથી ગામડા તરફ લોકો આવવા લાગ્યા છે. હાલ રાજ્યનાં તમામ મહાનગરોમાંથી લોકો પોતપોતાના ગામડે પરત ફરી રહ્યા છે. જેના કારણે હાલ ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ વધ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે કોરોનાનાં 3 પોઝીટીવ કેસ ગ્રામ્ય વિસ્તારમાંથી જ મળી આવ્યા છે. જેના કારણે સરકાર પણ ચિંતિત બની છે. આજે રાજકોટ ગ્રામ્ય, ગીરસોમનાથ અને પોરબંદરમાંથી એક એક કેસ પોઝીટીવ આવ્યા હતા. જે પોરબંદર અને રાજકોટ ગ્રામ્યમાં તો પહેલા જ કેસ હતા. જેથી હવે ગામલોકોમાં પણ શહેરથી આવેલા લોકો માટે ઉચાટ પેદા થઇ રહ્યો છે.
અમદાવાદ : કોરોનાને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. 21 દિવસના લોકડાઉનની જાહેરાત બાદ રિવર્સ માઇગ્રેશનની શરૂઆત થઇ ચુકી છે. શહેરમાંથી ગામડા તરફ લોકો આવવા લાગ્યા છે. હાલ રાજ્યનાં તમામ મહાનગરોમાંથી લોકો પોતપોતાના ગામડે પરત ફરી રહ્યા છે. જેના કારણે હાલ ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ વધ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે કોરોનાનાં 3 પોઝીટીવ કેસ ગ્રામ્ય વિસ્તારમાંથી જ મળી આવ્યા છે. જેના કારણે સરકાર પણ ચિંતિત બની છે. આજે રાજકોટ ગ્રામ્ય, ગીરસોમનાથ અને પોરબંદરમાંથી એક એક કેસ પોઝીટીવ આવ્યા હતા. જે પોરબંદર અને રાજકોટ ગ્રામ્યમાં તો પહેલા જ કેસ હતા. જેથી હવે ગામલોકોમાં પણ શહેરથી આવેલા લોકો માટે ઉચાટ પેદા થઇ રહ્યો છે.
મેડિકલ, જીવનજરૂરી અને વ્યસનની વસ્તુની કાળાબજારી કરનારાઓ પર સરકારની લાલઆંખ
અનેક ગામડાઓમાં તો ગ્રામપંચાયત દ્વારા રિતસર જાહેરાત કરાવવામાં આવી રહી છે કે, શહેરમાંથી આવેલા લોકો કોઇની સાથે વધારે હળે મળે નહી અને પોતાની જાતને હોમકોરોન્ટાઇન રાખે. વાડી વિસ્તારમાં પાર્ટીઓ ન કરે અને કોઇના સંપર્કમાં વધારે ન આવે. ઢોલ દ્વારા આ પ્રકારની ટહેલ સમગ્ર ગામમાં કરાવવામાં આવી રહી છે. જેનાં વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે.
લોકડાઉન વચ્ચે મોરબીના ટંકારામાં પરપ્રાંતિય દંપત્તી હત્યાથી ચકચાર
હાલ તો સરકારે મોટા ભાગના જિલ્લાઓ લોક કરી દીધા છે. પરપ્રાંતિય શ્રમજીવીઓ ઉપરાંત રાજ્યનાં જ સૌરાષ્ટ્ર સહિતનાં વિસ્તારનાં લોકોની મોટા પ્રમાણમાં હિજરત અટકાવવા માટે તમામ જિલ્લા પોઇન્ટ બંધ કરી દેવાયા છે. પોલીસને કડક આદેશ આપવામાં આવ્યો છે કે, કોઇ પણ જિલ્લા હદની બહાર ન જાય તે જવાબદારી પોલીસની છે. જે વ્યક્તિ જ્યાં છે ત્યાં જ રહે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube