અતુલ તિવારી, અમદાવાદ: પેટ્રોલ - ડીઝલ બાદ સતત વધી રહેલા CNG ગેસમાં ભાવવધારાથી રિક્ષાચાલકો પરેશાન છે, CNG ગેસના ભાવ વધવા છતાં ભાડામાં કોઈપણ પ્રકારનો ભાવવધારો ના કરાતા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. જેને આજે ગાંધી આશ્રમ પાસે આવેલા ગુજરાત ખેત વિકાસ પરિષદ, આશ્રમ રોડ ખાતે રિચાચાલક યુનિયનની બેઠક મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CNG ગેસમાં ભાવ ઘટાડવામાં આવે એ અંગે રિક્ષાચાલક યુનિયન તરફથી સરકારને રજૂઆત કરી ચુક્યા છે. જો CNG નો ભાવ ઘટાડી ના શકાય તો રિક્ષાનું મિનિમમ ભાડું તેમજ પ્રતિ કિલોમીટર દીઠ ભાડું વધારવાની માંગ કરી રહ્યા છે. કોરોનામાં રિક્ષાચાલકોને આર્થિક ફટકો પહોંચ્યો ત્યારે સરકારે કોઈપણ પ્રકારની આર્થિક મદદ કરી ન હતી. આજની બેઠકના માધ્યમથી રિક્ષાચાલક યુનિયનના આગેવાનો દ્વારા આગામી રણનીતિ ઘડવામાં આવી હતી. આ બેઠકમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ તેમજ અન્ય રાજ્યના રિક્ષાચાલક યુનિયનના હોદ્દેદારો હાજર રહ્યા છે.

અશોક પંજાબીએ જણાવ્યું હતું કે CNG માં અસહ્ય ભાવવધારો થયો છે પરંતુ 4 વર્ષથી રિક્ષાભાડામાં વૃદ્ધિ નથી થઈ, મોંઘવારી સતત વધી રહી છે. સીએમને મળીને રૂબરૂ રજુઆત કરી હતી, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી. પોલીસ કમિશનરને અમે રજુઆત કરી કે અમે હડતાળ કરવા માંગતા નથી, અમે ભૂખ હડતાળ, સભા કરી શકીએ? પરંતુ પોલીસ તરફથી કોઈ જવાબ મળ્યો નથી. આખરે હવે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના યુનિયન ઉપસ્થિત છે. 


દિવાળી કોઈની ના બગડે એ હેતુથી દિવાળી બાદ 15 કે 16 તારીખથી 36 કલાકની રાજ્યવ્યાપી હડતાળ કરીશું. જો સરકાર નહીં સમજે તો 21 તારીખથી અચોક્કસ મુદ્દતની હડતાળ કરતા અટકીશું નહીં. આ સરકારને ચેતવણી છે. સરકાર ભગવાન નથી, અમારા વોટથી ત્યાં બેઠી છે. અમારી પાસે મૂળભૂત અધિકાર છે, બંધારણ હજુ છે. અમે હળતાલનું શસ્ત્ર ઉઠાવીશું.


ભારતના પ્રથમ વડાપ્રધાનની રેસમાં હતું સરદારનું નામ, પણ બની ન શક્યા, જાણો શું છે કહાની


સરકાર રિક્ષાચાલકોની વાત ના માને, CNG ગેસમાં ભાવ ઘટાડો ના થાય તો રાજ્યવ્યાપી હડતાળ કરવાની તૈયારી બતાવી છે.


આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ બાદ નેચરલ ગેસના ભાવ આસમાને પહોંચી ગયા છે. એટલા માટે ઘરેલૂ બજારમાં ભાવ વધી ગયા છે. સરકારે છ મહિનામાં ગેસના ભાવની સમીક્ષા કરી ભાવ નક્કી કરે છે. નેચરલ ગેસના ભાવ વધતાં ફર્ટિલાઇઝર એટલે કે ખાદ્ય બનાવનાર કંપનીઓનો ખર્ચ પણ વધે છે. કારણ કે આ કંપનીઓ ખાદ્ય બનાવવામં નેચરલ ગેસનો ઉપયોગ કરે છે. જોકે સરકારે તેના માટે સબિસિડી આપે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube